પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે - 15 થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં
રાજ્યમાં 18થી 24 તારીખમાં ચોમાસું બેસે તેવી સંભાવના છે. પરંતુ તે પહેલાં જ રાજ્યભરમાં થોડા દિવસથી જાણે ચોમાસું આગમન થઇ ગયું હોય તેવી પરિસ્થિતિ છે. પ્રિમોન્સુન કામગીરી દરમિયાન શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા 15થી 20 હજાર જેટલા વૃક્ષો ટ્રિમ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેના પગલે 25 તારીખ સુધીમાં આ બધા જ વૃક્ષો ટ્રિમ થઇ જશે તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગણતરી છે.
પ્રિમોન્સૂન કામગીરી: શહેરના 15 થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે
અમદાવાદ: વરસાદ પડતા જ્યારે ભારે પવન ફૂંકાતો હોય છે. તેના પગલે વૃક્ષોને મોટા પાયે અસર થતી હોય છે અને વૃક્ષો ધરાશાયી થવાના પગલે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો ટ્રિમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંગે વાત કરતા રિકરીએશનલ કમિટીના ચેરમેન જીગ્નેશ પટેલ જણાવે છે કે, કોર્પોરેશન દ્વારા અમદાવાદના સાત ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને વૃક્ષો ટ્રિમ કરવાની કામગીરી શરૂ થઈ છે.