ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં પ્રી-મોન્સૂન કામગીરી શરૂ, ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

નિસર્ગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. જેથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા થંડરસ્ટોર્મની અસર રાજ્યમાં સપ્તાહના અંત સુધી જોવા મળશે. 4 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

પ્રી-મોન્સૂન કામગીરી
પ્રી-મોન્સૂન કામગીરી

By

Published : Jun 11, 2020, 1:16 PM IST

Updated : Jun 11, 2020, 2:48 PM IST

અમદાવાદઃ નિસર્ગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા થંડરસ્ટોર્મની અસર રાજ્યમાં સપ્તાહના અંત સુધી જોવા મળશે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 1 થી 15મી જૂન સુધી થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે.

હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું ન હોવાથી ગુજરાતના ચોમાસાની તારીખો જાહેર કરવામાં આવી નથી. 11થી 15 જૂન સુધી રાજ્યભરમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. 14 જૂનના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાંપ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ, પવન સાથે જોવા મળશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુરુવારથી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 13 જૂને રાજ્યભરમાં વરસાદ પડવાની શક્યતા છે. 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રતિ કલાકે 40થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ તથા તાપી જિલ્લામાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 13 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિત રાજ્યભરમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા થંડર સ્ટ્રોમના પગલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજ્યના દક્ષિણ ભાગમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 10 ઈંચ, કપારાડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
Last Updated : Jun 11, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details