ગુજરાત

gujarat

ETV Bharat / state

રામ મંદિર નિર્માણના ચુકાદાને પ્રવીણ તોગડીયાએ પણ આવકાર્યો - અયોધ્યા જમીન વિવાદ

અમદાવાદઃ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રામ મંદિર જન્મભૂમિ અંગેનો ચુકાદો આવી ચુક્યો છે. જેને દેશ ભરના તમામ નાગરિકો અને ધાર્મિક સંગઠનોએ વધાવ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ પણ ચુકાદાને આવકારીને સ્વાગત કર્યું હતું.

pravin-togdiya-

By

Published : Nov 9, 2019, 5:10 PM IST

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણ નો ચુકાદો આવ્યો છે, તેનું હર્ષભેર સ્વાગત કરીએ છીએ. આ પરિણામ એ વર્ષોની મહેનતનું પરિણામ છે. આ પરિણામ માટે ઘણા બધા સંગઠનો વર્ષોથી મહેનત કરી રહ્યા હતાં. કેટલાક લોકો પોતાનું ભવિષ્ય છોડીને રામ મંદિર નિર્માણ માટે પરિશ્રમ કરી રહ્યા હતાં. રામ મંદિર નિર્માણમાં ફાળો આપનાર તમામને પ્રવીણ તોગડિયાએ ધન્યવાદ આપ્યા હતાં.

સાંભળો શું કહે છે પ્રવીણ તોગડીયા

ABOUT THE AUTHOR

...view details