- હોસ્પિટલ અને ખાનગી લેબમાં 700થી 800 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરાય
- ABVP દ્વારા માત્ર 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન ફી લઈને RTPCR ટેસ્ટ કરવાની જાહેરાત
- નેશનલ મેડીકો ઓર્ગનાઇજેસન અને જન્મ શતાબ્દી સેવા સમિતિના સયુંક્ત ઉપક્રમે આયોજન કરાશે
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક લોકો સંક્રમિત થયા છે. જ્યારે લોકોમાં જાગૃતિ આવી છે અને વધુમાં વધુ લોકોએ રિપોર્ટ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હોસ્પિટલ અને ખાનગી લેબમાં 700થી 800 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે ABVP દ્વારા માત્ર 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન ફી લઈને RTPCR ટેસ્ટ કરાવવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રાત પડતાની સાથે જ આ જાહેરાતનો ફિયાસ્કો થયો હતો.
આ પણ વાંચો :મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરનારા શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા
ABVP કાર્યાલય RTPCR ટેસ્ટ 4 મેથી શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી
કોરોના મહામારીમાં વિદ્યાર્થી પાંખ પણ મેદાને આવી હતી. જેમાં જરૂરિયાતમંદ લોકોને 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવી પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલય RTPCR ટેસ્ટ 4 મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે હવે મુલતવી રાખવામાં આવ્યું છે. પછીથી નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : 7 રાજ્યમાંથી આવતા લોકોને હિમાચલ પ્રદેશમાં આવવા માટે RTPCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઇએ