ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે.આવનારી 28 માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષઅમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ તેવો પાટનગર ખાતેરોડ શો કરશે સાથે ભાજપના મોટા નેતાઓ પણ પાટનગર ખાતે ઉપસ્થિત રહેશે.
અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર આવે તેવી સંભાવના - AHM
અમદાવાદઃ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે 182 બેઠકો પરની ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ફાઈલ ફોટો
કહી શકાય કે, રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવે એટલે ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજનપણ ભાજપ દ્વારા કરાય તેની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. જેવું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.