અમદાવાદ : ગુજરાતમાં હવે ઓનલાઇન ક્રેઝ વધી ગયો છે, જેના કારણે લોકો સાયબર એટેકનો ભોગ બની રહ્યા છે. સાયબર એટેકને રોકવા માટે અને જે વ્યક્તિ ભોગ બન્યા હોય તેને ન્યાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર અને જિલ્લામાં સાયબર સેલ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સાયબર સેલના પોલીસકર્મીએ લાંચ લીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ ACB દ્વારા સાયબર સેલના કોન્સ્ટેબલને 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે.
શું હતો મામલો ? એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અમદાવાદ સાયબર સેલના લાંચીયા કોન્સ્ટેબલની વિગતો આપતાં જણાવ્યું હતું કે, એક જાગૃત નાગરીક દ્વારા ACB માં ફરિયાદ આપવામાં આવી હતી. જે મુજબ આરોપી 32 વર્ષીય હરદીપસિહ ધર્મેન્દ્રસિંહ પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે. તેઓએ ફરિયાદી વિરુદ્ધ FIR નહીં કરવા અને ફ્રીજ થયેલ ફેડરલ બેંકનું ખાતું ખોલવા માટે 10 લાખની માંગ કરી હતી. જેમાં ફરિયાદીએ કટકે-કટકે 7 લાખની ચુકવણી કરી હતી. પણ તેમ છતાં કોન્સ્ટેબલ હરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા બાકીના 3 લાખની માંગ કરવામાં આવી હતી.