અમદાવાદ: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પૈસાની લાલચ આપવામાં આવે છે, ધાકધમકી પણ આપવામાં આવે છે.કોંગ્રેસના પૂંજાભાઈ વંશને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યસભા ચૂટણીમાં ધારાસભ્ય મતદાનથી વંચિત રહે તે માટે પોલીસ સરકારના ઈશારે કામ કરે છેઃ કોંગ્રેસ - ગુજરાત કોંગ્રેસ
આગામી 19મી જૂને રાજ્યસભાની ચુંટણી યોજાવવાની છે તે પૂર્વે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા છે કે રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે. અને કોંગ્રેસના ધારાસભ્યને ખોટી રીતે સમન્સ ઇસ્યૂ કરીને પૂછપરછના બહાને પરેશાન કરી રહી છે.
રાજ્યસભા ચૂટણીમાં ધારાસભ્ય મતદાનથી વંચિત રહે તે માટે પોલીસ સરકારના ઈશારે કામ કરે છેઃ કોંગ્રેસ
છતાં પૂંજાભાઈએ પોલીસને જણાવ્યું છે કે 19 જૂને રાજ્યસભા ચૂંટણી છે તે બાદ તેમને સમન્સ આપવામાં આવશે તો તેઓ હાજર થશે. પરંતુ તેમને આ રીતે સમન્સ આપવાથી તેઓ 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી વંચિત રહી શકે છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઇલેકશન કમિશનને મળીને રજૂઆત કરવામાં આવશે.