અમદાવાદ શહેરમાં આવેલા સોલા હાઇ-વે સ્થિત આવેલ ગોકુળ ફાર્મ હૉટલમાં પોલીસ વિભાગને મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન કુલ 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા રેડ કરેલી હૉટલ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા એવા ભવાન ભરવાડની માલિકીની હોવાનું સામે આવ્યું છે. આ હૉટલ અને ભવાન ભરવાડ અગાઉ પણ આ પ્રમાણે વિવાદોના ઘેરાવમાં આવી ચુક્યા છે. તો પોલીસ વિભાગ દ્વારા જુગારીઓ પાસેથી મોટી પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત મોંઘી ગાડીઓ પણ કબ્જે કરી છે. જો કે આ મામલે હાલ પોલીસ દ્વારા તમામ જુગારીઓને સોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યની હોટલ પર દરોડા, 18 જુગારીઓની ધરપકડ - raid
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દારૂબંધી અને જુગરબંધીનો કાયદો અમલમાં છે. તેમ છતાં કાયદાને સાઇડમાં મુકી ભાજપના પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની માલિકીની હૉટલ ગોકુલ ખાતે પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડીને 18 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ મામલે પોલીસ દ્વારા તમામ જુગારીઓને પોલીસ મથકે લઈ જઈને આગળની કાર્યવાહી શરૂ હાથ ધરવામાં આવી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યની હોટલ પર દરોડ, 18 જુગારીઓની કરાઇ ધરપકડ
તો આ મામલે ભવાન ભરવાડે જણાવ્યું હતું કે, તેમને જ જાણ જ નથી કે તેમના ત્યાં આ પ્રમાણેનું જુગારધામ ચાલી રહ્યું છે. તેઓ બહાર ગયા હતા. પરત આવ્યા ત્યારે તેમને જાણ થઈ હતી. આ મામલે પોતે પણ પોલીસને પુરતો સહકાર આપી કાયદેસરની કાર્યવાહી કરાવશે. તો આ મામલે તેમના જ હૉટલના સ્ટાફના માણસો પણ જુગારની પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
Last Updated : Jun 28, 2019, 7:38 PM IST