ગુજરાત

gujarat

ETV Bharat / state

રખડતા ઢોરની સમસ્યાને લઇ પોલીસે ભિલોડાના સરપંચને નોટિસ ફટકારી - animals

અરવલ્લી જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિ દિન વધી રહી છે. મોટાભાગના ગૌપાલકો રોડ પર પશુઓને છૂટા મૂકી દેતા પશુઓ રોડ પર અંડીગો જમાવી બેસી જતા હોય છે. જેના પગલે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ સમસ્યાને લઇ જિલ્લાના PSIએ ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચને નોટિસ ફટકારી આ સમસ્યાનું ત્વરીત નિવારણ લાવવા તાકીદ કરી છે.

animals
રખડતા પશુઓનો ત્રાસ

By

Published : Sep 1, 2020, 10:43 PM IST

Updated : Sep 1, 2020, 10:54 PM IST

અરવલ્લીઃ જિલ્લાના તમામ તાલુકા અને નગરોમાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના નગરોના મોટા ભાગના મુખ્ય માર્ગો પર પશુઓ અંડીગો જમાવી બેસી રહે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

માર્ગ પર રખડતા પશુઓ પોલીસ માટે પણ માથાનો દુખાવો સાબીત થઇ રહ્યા છે. રખડતા પશુઓના પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા PSI કે.કે.રાજપૂતએ ભિલોડા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે. જેમાં નગરના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ રખડતા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવા સૂચન કર્યુ છે.

નોટિસમાં વધુ જણાવાયું છે કે, ભિલોડા ટાઉન વિસ્તારમાં રોડ પર રખડતા ઢોર તેમજ રોડ પર બેસી રહેતી ગાયના કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે. જેના કારણે સત્વરે ઢોર માલિકોને જાણ કરી રખડતા ઢોર અને પોતાની ગાય ઘરમાં બાંધી રાખવાનું જણાવાયું છે. જો નગરના માર્ગો પર રખડતી ગાય અથવા પશુઓ જોવા મળશે તો ઇડર પાંજરાપોળ મોકલી આપવા કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

Last Updated : Sep 1, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details