ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીબીની સારવાર માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું ચાલુ કર્યું, પછી થયુ કઈક આવુ... - Ahmedabad Crime News

અમદવાદના જુહાપુરા વિસ્તારમાંથી પોલીસે મહિલા ડ્રગ્સ પેડલરની (woman drugs selling caught in Ahmedabad) ધરપકડ કરી છે. પોલીસે મહિલાને પુછપરછ કરતા બહાર આવ્યું કે, ટીબીની બીમારીથી પીડિત છે, સારવાર માટે એક લાખ રૂપિયાની જરુર હોવાથી ડ્રગ્સ વેચવાનું ચાલું કર્યું હતું. (Juhapura woman drugs selling caught)

ટીબીની સારવાર માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું કર્યું ચાલુ
ટીબીની સારવાર માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું કર્યું ચાલુ

By

Published : Dec 24, 2022, 6:44 PM IST

જુહાપુરા વિસ્તારમાંથી સર્જરી માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, SOG એ ડ્રગ્સ સાથે ઝડપી

અમદાવાદ : શહેર SOG ક્રાઇમે ફરી એકવાર સફેદ પાવડરના કાળા કારોબારમાં એક મહિલાની (Juhapura woman drugs selling caught) ધરપકડ કરી છે. જુહાપુરા વિસ્તારમાંથી પોલીસે પરવીન બાનું બલોચ નામની મહિલાને ઝડપી તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જોકે તેને આ કાળો કારોબાર કરવા પાછળનું કારણ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. (woman drugs selling caught in Ahmedabad)

3.56 લાખનો મુદ્દામાલ જપ્તઅમદાવાદ SOGએ જુહાપુરા સંકલિત નગરમાંથી મહિલા ડ્રગ સપ્લાયર પરવીન બાનુ બલોચને ઝડપી તેના ઘરે તપાસ કરતા 34.900 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. SOGએ કુલ 3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરવીન બાનુની પુછપરછ કરતા MD ડ્રગ્સ તે વટવાના શહેજાદ પઠાણ પાસેથી લાવીને ઘરેથી જ વેચાણ કરતી હોવાનું જણાવ્યું હતું. (Female drug peddler in Ahmedabad)

આ પણ વાંચોવિપક્ષનો આક્ષેપ રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા, મેયરે કહ્યું ખોટા આક્ષેપો

સારવાર માટે ડ્રગ્સ કર્યું ચાલુ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે પરવીન બાનું બલોચ છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સનો વેચાણ કરે છે. કારણ કે, તે પોતે ટીબીની બીમારીથી પીડિત છે. તેની સારવાર માટે એક લાખ રૂપિયાની જરૂર હતી. સાથે જ આરોપીનો પતિ પથારો લગાવી છૂટક વેચાણ કરે છે. તેનો પતિ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાથી સારવાર માટે રૂપિયા આપી શકે તેમ ન હતો. તેથી જ ઝડપથી સારવાર માટે રૂપિયા એકઠા કરવા તે ડ્રગ્સના ધંધામાં જોડાઈ હતી. (Ahmedabad Crime News)

આ પણ વાંચોતાત્કાલિક પૈસા કમાવવા ડ્રગ્સનો કારોબાર કર્યો ચાલું, SOGએ કરાવી દુકાન બંઘ

સારવાર કરાવવા પોલીસે તૈયારી ડ્રગ્સ સપ્લાયર પરવીન બલોચની હકીકત જાણ્યા બાદ પોલીસે તેની ખરાઈ કરાવી હતી. જે બાદ પોલીસે તેની સારવાર માટે મદદ કરવા તૈયારી બતાવી છે. જેલમાંથી છુટ્યા બાદ પરવીનને સરકારી યોજના હેઠળ ટીબીની સારવાર કરાવવા પોલીસે તૈયારી બતાવી છે. સાથે જ આરોપી પાસેથી ડ્રગ્સ નેટવર્કની માહિતી આપવા બાહેંધરી લીધી છે. (woman drugs selling for treatment in Ahmedabad)

ABOUT THE AUTHOR

...view details