અમદાવાદ : શહેરમાં ફરી એક વખત આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ડાયમંડ માર્કેટમાં (Robbery near Bapunagar Diamond Market) આવેલી આંગડિયા પેઢીના કર્મચારી ગ્રાહક પાસેથી 20 લાખ રૂપિયા લઈને ઓફિસે પરત ફરી રહ્યા હતા. તે સમયે બિલ્ડિંગમાં સીડી પર પહોંચતા જ બે અજાણ્યા શખ્સો તેઓનો પીછો કરીને આવી પહોંચ્યા હતા. એક શખ્સે તેઓને રિવોલ્વર બતાવી ડરાવી ધમકાવીને તેઓની પાસે રહેલા લાખો રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને ફરાર થઈ ગયો હતો. (Ahmedabad Crime News)
બાપુનગરમાં બંદૂકની અણીએ 20 લાખની લૂંટ કરી બે શખ્સો ફરાર, પોલીસે તપાસ કરી શરુ - Bapunagar Police
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ (robbery case in Bapunagar) થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં હાલ CCTV ફૂટેજ અને ફરિયાદીના નિવેદનના આધારે (Ahmedabad Crime News) લૂંટારાઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. (Bapunagar Angadia firm employee robbery)
શું હતો સમગ્ર મામલો વહેલી સવારે બનેલી આ ઘટનામાં આરોપીઓએ બેગ ઝૂંટવ્યા બાદ બાઈક પર (Bapunagar Police) બેસીને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર કર્મચારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે, ડાયમંડ માર્કેટમાં આવેલી આર.અશોકકુમાર આંગડિયા પેઢીના કર્મચારી ભદ્રેશ પટેલ ગ્રાહક પાસેથી નિકોલમાંથી 20 લાખ રૂપિયા લઈને પેઢીની ઓફિસે પરત ફરી રહ્યા હતા. તે સમયે આ સમગ્ર ઘટના બની હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા નિકોલ અને બાપુનગર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને આસપાસના CCTV ફૂટેજ અને ફરિયાદીના નિવેદનના આધારે લૂંટારાઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. (Bapunagar Angadia firm employee robbery)
આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાય આ ઘટના સંદર્ભે બાપુનગર પોલીસ (robbery case in Bapunagar) સ્ટેશનમાં IPCની કલમ 392, 114, 25(1) બી.એ અને 27(1) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ પણ કામે લાગી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસની ગિરફતમાં ક્યારે આવે છે. (Angadia firm employee robbery case in Bapunagar)