- પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે રાજ્યમાં 10 ગુનાઓ નોંધાયા
- કુલ 27 આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા
- 229 પોલીસકર્મી સામે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ
અમદાવાદઃગુજરાત પોલીસે ગ્રેડ પે( Gujarat Police Grade Pay)વધારવા માટે સરકાર સામે બાંયો ચઢાવી છે, તેઓ છેલ્લા કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં (Social media)એક આંદોલન (Movement )કરી રહ્યા હતા. ત્યારે પોલીસના ગ્રેડ પે (Police Grade Pay)ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા હતા. ગાંધીનગર પોલીસમાં (Gandhinagar Police)ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી (Fasting camp)પર હાજર રહ્યા હતા.
પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી હતી
પોલીસ કર્મચારીઓ અને તેમનો પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યો હતો.પોલીસ આંદોલનને (Movement ) રાજકીય સપોર્ટ પણ મળ્યો હતો. જેના કારણે ઉપવાસ છાવણી પર અનેક રાજકીય કાર્યકરો હાજર રહીને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ વધારી રહ્યા હતા. એટલે કે આંદોલનને રાજકીય વેગ આપવામાં આવ્યો હતો.આ વિશે મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી હતી.
ખોટી અફવા ફેલાવે તેવા તત્વો સામે dgpએ કાર્યવાહી કરવાના આદેશ
જેમાં કેટલાક રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ કાર્યકરો પણ પોલીસને સમર્થન આપી રહ્યા હતા.ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ પરિવારો અને ગૃહવિભાગ સાથે બેઠકો કરીને આંદોલનનો અંત લાવવામાં આવ્યો હતો. ત્યારે આ આંદોલનનો રાજકીય પાર્ટીઓ ફાયદો ઉઠાવી રહ્યા હતા.જ્યારે જે લોકો પોલીસને ગેરમાર્ગે દોરે અથવા ખોટી અફવા ફેલાવે તેવા તત્વો સામે DGP દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવા માટે આદેશ આપવમાં આવ્યો હતો.
રાજકીય પાર્ટીઓના કાર્યકરો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા
ત્યારે સમગ્ર ગુજરાતમાં પોલીસ વડા, પોલીસ રેન્જ વડા તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા 163 બેઠકો યોજવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં કુલ 27 આરોપી વિરુદ્ધ 10 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જ્યારે 229 પોલીસકર્મીઓ સામે પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જુદા જુદા રાજકીય પાર્ટીઓના કાર્યકરો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલ તો પોલીસે ગુનાઓ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રાજકીય પાર્ટીઓના કાર્યકરો હોવાથી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. જ્યારે રાજ્યમાં આ પ્રકારના ગુનાઓ પ્રથમવાર નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃHNGU ઉત્તરવહી કૌભાંડનો મામલો ફરી ચર્ચામાં, કારોબારી સભ્યો અને કુલપતિને ACBની નોટિસ
આ પણ વાંચોઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે, ભાવનગર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ