નાંદેજ ગામની સીમમાં સર્વે નંબર 1050, 1058 અને 1060ની 5251, 4856 અને 37,424 ચો.મી ની જમીન આવેલી છે. જે અરજદાર દલજીભાઈ ચૌધરીને ભાડાપટ્ટા પર આપવામાં આવી હતી. છેલ્લા 50 વર્ષથી અરજદાર અહીં ખેતી કરે છે જોકે જમીન પરત મેળવવા જમીનના મૂળ માલિક રાજેન્દ્ર પટેલે કોર્ટમાં કેસ કર્યો હતો. જે હાલ પેન્ડિંગ છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શનની પરવાનગી મેળવવા અરજી દાખલ કરવામાં આવી હતી.
દિવાની કાર્યાવહીમાં કોર્ટની પરવાનગી વગર પોલીસને હસ્તક્ષેપની સત્તા નથી: HC - Ahemdabad
અમદાવાદ: નાંદેજ ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની જમીન વિવાદ મુદ્દે ભાડવાત અને જમીન માલિક વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યું હતું, ત્યારે સ્થાનિક પોલીસે જમીનના માલિકને આપેલા પ્રોટેક્શનને પડકારતી અરજી મામલે હાઇકોર્ટના જસ્ટિસના એ.પી. ઠક્કરે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ માલ-મિલકતને લગતી દિવાની કાર્યવાહી કે કોર્ટમાં તકરાર ચાલતી હોય અને કોર્ટ ચુકાદો કે પરવાનગી ન આપે ત્યાં સુધી પોલીસને વચ્ચે પડવાની કોઇ સત્તા નથી.
વિવેકાનંદનગરના PI સતાથી બહાર જઈને મિલકત સંબંધી દિવાની કેસ ચાલતો હોવા છતાં જમીનના માલિક રાજેન્દ્ર પટેલને પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું, એટલું જ નહિં જમીન પર વાડ પર બાંધવામાં આવી હતી. પોલીસના આવા કૃત્ય સામે અરજદારે વર્ષ 2016માં આ અંગે હાઇકોર્ટમાં રીટ કરી હતી જે મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા પોલીસનો ઉધડો લીધો હતો.
હાઇકોર્ટે આવો કોઈ પ્રોટેક્શન પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેની તપાસ કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સુપરિટેનડેન્ટને આદેશ આપ્યો હતો. જે બાદ રિપોર્ટના આધારે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.વર્ષ 2005માં આ જમીન વિવાદને લઈને અમદાવાદ દિવાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2011માં અરજદારની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો.જમીનના માલિકે આ ચુકાદાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આપ્યો છે.