અમદાવાદ : શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક માતા સામે તેની જ દીકરીની (Mother killed daughter in Ahmedabad) હત્યાનો ગુનો નોંધાયો છે. માં આ શબ્દ દરેક વ્યક્તિને ખૂબ જ સ્પષ્ટ કરે છે અને બાળકો ગમે તેવા હોય છતાં પણ માનો બાળકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, પરંતુ નાની એવી દીકરીની બીમારીથી કંટાળીને માતાએ તેને હોસ્પિટલના ત્રીજા માળેથી જ નીચે ફેંકી દઈ તેની હત્યા કરી હોય તે પ્રકારની ચકચારી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. (Ahmedabad Hospital Throw daughter third floor)
રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આણંદ જિલ્લાના પેટલાદમાં રાવલી રહેતા આસિફ મીયા મલેકના લગ્ન 2021માં ફરજાનાબાનુ સાથે થયા હતા. બે મહિના પહેલા જ ફરજાનાબાનુએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જોકે જન્મતાની સાથે જ દીકરી બીમારીથી પીડાતી હોવાથી માતા પિતાએ તેને વડોદરાની SSC હોસ્પિટલમાં 24 દિવસ સુધી દાખલ રાખી અને સારવાર પણ કરાવી હતી. તે સમયે તબીબે બાળક ખરાબ પાણી પી ગયુ હોવાથી આ બીમારી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરીવાર બાળકીના આંતરડાનો ભાગ બહાર આવતા તેને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પણ તેને બીમારીમાં કોઈ અસર ન થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવી હતી. સિવિલ કેમ્પસમાં 1200 બેડમાં ત્રીજા માળે આવેલા C 3 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બે માસની દીકરી સાથે તેની મા ફરજાનાબાનું રહેતી હતી. (Ahmedabad Crime News)
શું હતી ઘટનાપહેલી જાન્યુઆરીના રોજ સવારના 05:00 વાગ્યાના સમયે ફરિયાદી આસિફમિયા મલેક હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સુઈ રહ્યા હતા. તે સમયે તેઓની પત્ની ફરજાનાબાનુ તેની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દીકરી અમરીનબાનુ મળતી નથી. ત્યારબાદ તેઓએ પણ દીકરીની શોધખોળ કરી હતી અને ન મળી આવતા પોલીસને ફોન કર્યો હતો. જે બાદ હોસ્પિટલ વોર્ડના સિક્યુરિટીને જાણ કરી હતી. હોસ્પિટલના સ્ટાફ અને પોલીસે સાથે રહીને C-3 વોર્ડના લોબીમાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેઓની પત્ની ફરજાનાબાનુ દીકરી અમરીનબાનુને લઈને વહેલી સવારના સવા ચાર વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી. (Ahmedabad Civil Hospital)