ગુજરાત

gujarat

ETV Bharat / state

જાહેરમાં બે શખ્સો વિરૂદ્ધ હુમલો કરનાર ચાર પૈકી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી - બે શખ્સો પર હુમલો

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાના લિરેલીરા ઉડયા હતા. આરોપી સામે 2 શખ્સોએ ફરિયાદ કરતા તેની અદાવત રાખીને 4 આરોપીએ 2 શખ્સોને માર માર્યો હતો. જેના સંદર્ભે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જૂની અદાવત રાખીને ધોકા-છરી વડે બે શખ્સો પર હુમલો કર્યો હતો.

નિકોલમાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
નિકોલમાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

By

Published : May 3, 2021, 10:54 PM IST

  • નિકોલમાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા
  • જાહેરમાં 4 શખ્સોએ 2 શખ્સોને માર માર્યો
  • પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
  • જૂની અદાવતને લઈને માર માર્યો હતો

અમદાવાદઃ શહેરમાં કોરોના સમયમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં નિકોલ વિસ્તારમાં આવેલ પાર્વતી આવાસમાં રહેતા એક જ સોસાયટીના 4 આરોપી દ્વારા અગાઉ થયેલી ફરિયાદનો બદલો લેવા ત્યાંજ રહેતા જીગર ગોહિલ અને મોન્ટુ ગોહિલ પર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સામે પોલીસ પર અનેક સવાલ ઉભા થયા હતા. સોશિયલ મીડિયામાં પોલીસને બાતમી આપતા જીગર અને મોન્ટુને માર માર્યા હોવાની વાતને પોલીસે તથ્ય વિનાની ગણાવી હતી.

નિકોલમાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચોઃવડોદરામાં ધોળા દિવસે તલવારો અને પાઈપો ઉછળી, વૃદ્ધ અને યુવાન લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ

આરોપી રાહુલ અને જયમીન વિરુદ્ધ પાસા થયા છે

નિકોલમાં આવેલી પાર્વતી આવાસ યોજનામાં રહેતા અને સિલાઈ કામ કરતા જીગર ગોહિલ, તેના ભાઈ અને માતા તેમના ઘરની બહાર બેઠા હતા. આ સમયે ત્યાંજ રહેતા રાહુલ ઉર્ફે સર્કિટ, જૈમીન ઉર્ફે ભુરીયો, હિંમત ઉર્ફે બાટલો, ભરત પટની ત્યાં પહોંચ્યા હતા અને મારી સામે અગાઉ કેમ ફરિયાદ કરી હતી તેમ કહીને કાયદાનો કોઈ ડર ના હોય તેમ ચારેય આરોપીએ જીગર ગોહિલ અને તેના ભાઈને છરી-ધોકા વડે માર માર્યો હતો. આ 4 આરોપીઓ માથાભારે તત્વો છે અને અવાર નવાર આ પ્રકારે બબાલો કરતા રહે છે. રાહુલ અને જયમીન વિરુદ્ધ પાસા થયા છે. તેમ છતાં હજુ તેમની ગુનાખોરી યથાવત છે.

આ પણ વાંચોઃ મેઘરજમાં લગ્ન પ્રસંગમાં પોલીસ પર જીવલેણ હુમલો, 100 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details