અમદાવાદમાં લૉન આપવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ... - cyber crime
અમદાવાદ: જિલ્લામાં સાઈબર ક્રાઈમે સતત ચોથા દિવસે વધુ એક કોલ ચેનલ ઝડપી પાડ્યું હતું. સાયબર ક્રાઇમ અને દિલ્હીના મોતીનગરમાંથી લોન આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી આચરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
લૉન આપવાનું કહી છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ...
અમદાવાદ સાયબર ક્રાઈમને ફરિયાદ મળી હતી કે, કેટલાક લોકો કોલ સેન્ટરમાંથી સસ્તા દરે લોન આપવાનું કહીને ઠગાઈ કરી રહ્યા છે. જેને લઇને સાયબર ક્રાઈમે ટેકનીકલ એનાલીસીસ કરતા દિલ્હીના ઈસમો દ્વારા લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને સાઈબર ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલવામાં આવી હતી. જેને દિલ્હીના મોતીનગરમાંથી પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા.