ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે, સાબરમતી આશ્રમથી શરૂ કરશે અમૃત મહોત્સવ

આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત મહોત્સવ શરૂ કરવામાં આવશે. 12 માર્ચના રોજ દેશના વડાપ્રધાન ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ઉજવણીની શરૂઆત 21 દિવસની દાંડીયાત્રા કાઢીને કરશે.

By

Published : Mar 6, 2021, 1:14 PM IST

Updated : Mar 9, 2021, 8:08 PM IST

PM મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે
PM મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે

  • 12 માર્ચના રોજ થશે ઉજવણી, 21 દિવસ ની રહેશે દાંડી યાત્રા
  • 75 વર્ષ આઝાદીની ઉજવણી અમૃત મહોત્સવના નામે ઉજવણી કરાશે
  • PM મોદી અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આપશે હાજરી

ગાંધીનગર:આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમૃત મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 12 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીનાં 75 વર્ષની ઉજવણીની શરૂઆત 21 દિવસની દાંડીયાત્રા કાઢીને કરશે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ બાબતે રાજ્ય સરકાર ડિટેલિંગ આયોજન કરી રહી છે, અને કોણ કોણ આવશે તે બાબતનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વાંચો:PM મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ડિફેન્સ કૉન્ફરન્સમાં હાજર, દેશની સુરક્ષા બાબતે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે

સાબરમતી આશ્રમ ખાતે યોજાશે ભવ્ય કાર્યક્રમ

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, 12 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતે આવશે અને 75 વર્ષની ઉજવણી સ્વરૂપે અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે અને ત્યાંથી જ આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં 21 દિવસની દાંડીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

PM મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે

કાર્યક્રમમાં અન્ય કોણ આવશે તે હજી સુધી નથી નક્કી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ કાર્યક્રમમાં અન્ય કોણ નેતાઓ હાજર રહેશે તે બાબતે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અત્યારે તો ફક્ત નરેન્દ્ર મોદી કાર્યક્રમનું લોન્ચિંગ વખતે ગાંધી આશ્રમ ખાતે હાજર રહેશે અને દાંડીયાત્રામાં બીજા કયા અન્ય રાજ્યના પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાન હાજર રહેશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.

વાંચો:વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલે કર્યું સ્વાગત

સાબરમતી આશ્રમના ડેવલોપમેન્ટ માટે યોજાશે બેઠક

ગાંધી આશ્રમ વિશ્વમાં એક પર્યટક સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત થયું છે. ત્યારે, ગાંધી આશ્રમ અને તેના આસપાસના વિસ્તારોને ડેવલપમેન્ટ કરવા માટે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે, આ બાબતે હવે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મુખ્ય સચિવ અને વડાપ્રધાન હાજર રહેશે. આમ આજે કેવડિયા કોલોની ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે અને ત્રીસ મિનિટનો અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફરતી વખતનો હોલ્ડ છે ત્યારે પણ સાબરમતી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ બાબતે બેઠક યોજાઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આમ તમામ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું.

Last Updated : Mar 9, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details