અમદાવાદઃવાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના આખા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે અચાનક કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર શૉની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ જવાના બદલે અચાનક ફ્લાવર શોની મુલાકાત લેવાનો નિર્ણય કરતા અધિકારીઓ અને તંત્ર પણ વધારાના કામે લાગ્યું હતું. બુધવારે રાતે 8.45 કલાકને વડાપ્રધાન મોદી ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતાં અને આશરે 20 મિનીટથી વધુ સમય સુધી ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતાં. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને જે મુલાકાતીઓએ ફ્લાવર શોની ટિકિટ લીધી હોય અને તેમને પ્રોટોકોલના ભાગરૂપે અંદર પ્રવેશ ન મળ્યો હોય તેવા મુલાકાતીઓઓની ટિકિટ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજે પણ માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે.
PM Narendra modi At Flower Show: PM મોદીએ અમદાવાદમાં ફ્લાવર શૉ નિહાળ્યો, તસ્વીરો કરી શેર - નરેન્દ્ર મોદી
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગુજરાત આવેલા વડાપ્રધાન ગઈકાલે 10 જાન્યુઆરીની રાતે જ દિલ્હી પરત જવા માટે રવાના થઈ ગયાં હતાં. જોકે, એરપોર્ટ જવાના નિર્ધારીત સમય વચ્ચે તેમણે ફ્લાવર શો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એકાએક કાર્યક્રમમાં ફેરફાર કરી વડાપ્રધાન મોદી રિવરફ્રન્ટ પર આયોજીત ફ્લાવર શો નિહાળવા પહોંચ્યા હતાં.
Published : Jan 11, 2024, 7:31 AM IST
ફ્લાવર શોની તસ્વીરો કરી શેરઃ ફ્લાવર શોની મુલાકાતની કેટલીક તસ્વીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી છે. જેમાં તેઓ ફ્લાવર શોના વિવિધ આકર્ષણ નિહાળી રહ્યાં છે. તસ્વીરો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું કે, અમદાવાદ ફ્લાવર શોની કેટલી ઝલક. મહત્વપૂર્ણ છે કે, ફ્લાવર શોની મુલાકાત બાદ પીએમ મોદી દિલ્વી જવા માટે એરપોર્ટ માટે રવાના થયાં હતાં.
તંત્ર થયું દોડતુંઃપોતાના નિર્ધારીત કાર્યક્રમમાં ફેરફાર કરી વડાપ્રધાન મોદીએ એકાઅક ફ્લાવર શો નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રાત્રે એરપોર્ટને બદલે સીધા રિવરફ્રન્ટ પર આયોજીત ફ્લાવર શો નિહાળવા પહોંચ્યા હતાં. વડાપ્રધાનની મુલાકાતને લઈને ફ્લાવર શો અને અટલબ્રિજ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યાં હતાં. રિવરફ્રન્ટના રસ્તેથી પીએમ ફ્લાવર શો સુધી પહોંચ્યા હતાં. પીએમના ફ્લાવર શો આવવાના સમાચાર મળતા મ્યૂનિસિપલ તંત્ર, વહિવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઈ ગયાં હતાં, અને તાત્કાલીક ધોરણે સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક જેવી સમસ્યાઓને લઈને બંદોબસ્ત ચુસ્ત કર્યો હતો.