PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, 1445 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે - PM Modi Gujarat Visit
આગામી 12મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા થયેલા અને ભવિષ્યમાં થનારા કેટલાક વિકાસકાર્યોના લોકાપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ઔડા નિર્મિત મુમતપુરા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ પણ થઇ શકે છે.
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, 1445 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
By
Published : May 4, 2023, 8:11 PM IST
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આપી માહિતી
અમદાવાદ : દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 તારીખે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદાજિત 1445 કરોડના વિકાસના કામો વર્ચ્યુલી હાજરી આપીને લોકાપર્ણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ મુમતપુરા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થાય તેવી શકયતા જોવા મળી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજ મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના અનેક વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાટકેશ્વર બ્રિજ બાદ બ્રિજ નિરીક્ષણનું કામ કરવામાં આવશે. જેમાં 6 કંપનીઓએ બ્રિજ નિરીક્ષણ કરવા માટે ભાગ લીધો હતો.જેમાં કમિશનર દ્વારા એક નામ નક્કી થયુ છે તે કામની ટેન્ડર પ્રક્રિયા આગામી દિવસો હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત સ્કૂલબોર્ડનું નવુ બિલ્ડીંગ નક્કી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશેે : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 78.88 કરોડના ખર્ચે ઉત્તરઝોનના બાપુનગર વોર્ડના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 એમ.એલ. ડીનો નવો એસ.ટી.પી પ્લાન તૈયાર કરવામાં આવેલો છે જેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા વોર્ડ ખાતે 28.63 નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન, અમરાઇવાડી ખાતે 28.17 કરોડ નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન, એક્સપ્રેસ હાઈવેથી સરદાર પટેલ રિંગરોડ સમાંતર નવી એમ.એસ પાઇપ લાઇન 184 કરોડના ખર્ચે ,658 પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન જેવા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વિવિધ બ્રિજના ખાતમુહૂર્ત : અમદાવાદના નરોડા ખાતે ગેલેક્ષી સિનેમા જંકશનથી દેવી સિનેમા થઈ નરોડા પાટિયા જંકશન સુધી 267 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ, વાડજ જંકશન પર 127 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ, સતાધાર જંકશન ઉપર 103 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા TP રોડ રિગ્રેડ તેમજ રિસરફેસ કરવા માટે 641 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
નવું બિલ્ડીંગ બાંધવામાં આવશે : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોન નવરંગપુરા વોર્ડમાં નવરંગપુરા ચાર રસ્તા પાસે એલિસબ્રિજ ગુજરાતી શાળા નંબર 10નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હયાત મકાન ડીમોલેશન કરી તે જગ્યાએ નવું અદ્યતન સ્કૂલ બોર્ડ ભવન બનાવવામાં આવશે. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં અને ઝોનમાં સ્ક્રેપ પડ્યો હોય તેને યોગ્ય પોલિસી બનાવીને નિકાલ કરવાની સૂચના આપવામા આવી છે. આ ઉપરાંત ફૂટપાથના કારણે 70 જેટલા રોડનું કામ પણ અટક્યું છે તેને દૂર કરવામાં કરવાની સૂચના આપવામાં આવી છે.