ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Degree Controversy : PM મોદીની ડિગ્રી અંગે માહિતી માંગતી અરવિંદ કેજરીવાલની રિવ્યુ અરજી હાઈકોર્ટે ફગાવી

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન મોદીની ડિગ્રીની માહિતી માંગી હતી. જેના પર ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલ રિવ્યુ અરજી દાખલ કરી હતી. આ રિવ્યુ અરજીને આજે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જાણો સમગ્ર મામલો

PM Modi Degree Controversy
PM Modi Degree Controversy

By PTI

Published : Nov 9, 2023, 5:35 PM IST

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે 9 નવેમ્બર ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે માહિતી માંગતી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની રિવ્યુ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી અંગે માહિતી આપવા માટે કેન્દ્રીય માહિતી આયોગના (CIC) ગુજરાત યુનિવર્સિટીને આપેલા નિર્દેશને બાજુ પર મૂકીને અગાઉના આદેશની સમીક્ષા કરવા માટેની કેજરીવાલની અરજીને નકારી કાઢી છે.

અરવિંદ કેજરીવાલની રિવ્યુ અરજી : જસ્ટિસ બિરેન વૈષ્ણવે ગુરુવારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા જૂનમાં દાખલ કરવામાં આવેલી રિવ્યૂ અરજીને ફગાવી દીધી હતી. સપ્ટેમ્બર માસમાં બંને પક્ષોએ અંતિમ સબમિશન કર્યા બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ વૈષ્ણવે માર્ચ મહિનામાં કેન્દ્રીય માહિતી આયોગના આદેશ સામે યુનિવર્સિટીની અપીલને મંજૂરી આપી હતી.

હાઈકોર્ટનો નિર્ણય : હાઈકોર્ટે વડાપ્રધાન મોદીની માસ્ટર ઓફ આર્ટસ (MA) ડિગ્રી વિશે કેજરીવાલને માહિતી પ્રદાન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને કેન્દ્રીય માહિતી આયોગે આપેલા નિર્દેશને બાજુ પર રાખ્યો હતો. આ ઉપરાંત ન્યાયાધીશે દિલ્હીના મુખ્યપ્રધાન પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. વડાપ્રધાન મોદીની ડિગ્રી ઓનલાઈન ઉપલબ્ધ હોવાના ગુજરાત યુનિવર્સિટીના દાવાથી વિપરીત અરવિંદ કેજરીવાલની રિવ્યૂ અરજીમાં એક મુખ્ય દલીલ એ હતી કે, ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

કેજરીવાલનો દાવો : અગાઉની સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પર્સી કવિનાએ ન્યાયાધીશ વૈષ્ણવને તેમના ચુકાદા પર પુનર્વિચાર કરવા રજૂઆત કરતા દાવો કર્યો હતો કે, ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટ સમક્ષ માહિતી રજૂ કર્યા મુજબ વડાપ્રધાન મોદીની ડિગ્રી યુનિવર્સિટી વેબસાઇટ પર ક્યારેય અપલોડ કરી નથી.

સામે પક્ષે દલીલ : ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, કેજરીવાલની સમીક્ષા અરજીનો હેતુ કોઈ કારણ વગર વિવાદ વધારવાનો હતો. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, માહિતી અધિકાર કાયદા હેઠળ જ્યાં સુધી જાહેર હિતમાં હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીની ડિગ્રી શેર કરવાથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટી મેનેજમેન્ટે જૂન 2016 માં યુનિવર્સિટી વેબસાઇટ પર ડિગ્રી અપલોડ કરી હતી અને અરજદારને તેના વિશે જાણ કરી હતી.

શું હતો મામલો ?એપ્રિલ 2016 માં મુખ્ય માહિતી કમિશનર આચાર્યુલુએ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીને અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કેન્દ્રીય માહિતી આયોગના આદેશ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, કોઈની બેજવાબદાર બાલિશ જિજ્ઞાસા RTI એક્ટ હેઠળ જાહેર હિત બની શકે નહીં. કેન્દ્રીય માહિતી આયોગનો આદેશ આવ્યાના એક દિવસ બાદ અરવિંદ કેજરીવાલે આચાર્યુલુને પત્ર લખીને કહ્યું હતું કે, જો પોતાના સરકારી રેકોર્ડ જાહેર કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. અરવિંદ કેજરીવાલે આશ્ચર્ય વ્યક્ત કરતા વધુમાં કહ્યું હતું કે, કમિશન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી કેમ છુપાવવા માંગે છે.

PM મોદી ડિગ્રી વિવાદ : તુષાર મહેતાએ હાઈકોર્ટને કહ્યું હતું કે, આમાં છુપાવવા જેવું કંઈ નથી કારણ કે, વડાપ્રધાનની ડિગ્રી વિશેની માહિતી પહેલાથી જ પબ્લીક ડોમેન પર છે અને ગુજરાત યુનિવર્સિટીએ ચોક્કસ તારીખે તેની વેબસાઇટ પર માહિતી મૂકી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલની રિવ્યૂ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીની વેબસાઇટ પર કોઈ ડિગ્રી ઉપલબ્ધ નથી. તેના બદલે ઓફિસ રજીસ્ટર (OR) તરીકે વર્ણવેલ ડોક્યુમેન્ટ દર્શાવવામાં આવ્યો હતો. જે ડિગ્રીથી અલગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  1. PM Modi Degree Case: PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો, કેજરીવાલ તરફથી રિજોઇન્ડર દાખલ, વધુ સુનાવણી 21 જુલાઈએ થશે
  2. PM Modi Degree Controversy: ગુજરાત યુનિવસિર્ટી માનહાનિ કેસ મામલો, CM કેજરીવાલ તેમજ સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો આદેશ

ABOUT THE AUTHOR

...view details