- પ્રભાવિત ક્ષેત્રોનું વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
- બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત
- તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ચક્રવાતને કારણે ગુજરાતમાં થયેલા જાન-માલના નુકસાનનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.
વડાપ્રધાન મોદીએ નુકસાનનું નિરીક્ષણ કરવા માટે સમીક્ષા બેઠક યોજી
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત ચક્રવાતથી પ્રભાવિત અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓનો હવાઈ સર્વે કર્યો
આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા છે. તે ચક્રવાતથી પ્રભાવિત અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓનો હવાઈ સર્વે કરશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર ખાતે આગમન સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાનએ કર્યું હવાઈ નિરીક્ષણ વિજય રૂપાણી આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો
બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત
અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન અમદાવાદમાં એક બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું તૌકતે વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું હતું, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને ઝાડ જમીન દોસ્ત થઈ ગયા હતા. તેમજ ઘણા મકાનો અને રસ્તાઓને પણ નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ ચક્રવાતને કારણે રાજ્યમાં 45 લોકોના મૃત્યુ થયા છે.
તૌકતે વાવાઝોડાને કારણે 200થી વધુ તાલુકામાં વરસાદ
તૌકતે વાવાઝોડાને કારણે 200થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સાવચેતી રૂપે રાજ્ય સરકારે બે લાખથી વધુ લોકોને સલામત સ્થળો સ્થળાંતર પણ કરી દીધું હતું.
વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ બેઠકમાં અનેક લોકો ઉપસ્થિત વડાપ્રધાન મોદીએ યોજેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મહેસુલ સચિવ પંકજ કુમાર અને ડિઝાસ્ટર સચિવ હર્ષદ પટેલ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી
વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો જેવા કે, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય વડાપ્રધાન મોદીએ બેઠક બાદ તત્કાલ રૂપિયા 1000 કરોડની સહાય જાહેર કરી
આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ