વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને અમિત શાહ વિજય થયો હતો. જેથી રાજ્યસભામાં તેમની ખાલી પડેલી બે બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ચૂંટણીનું આયોજન કરાયુ હતું. બંને બેઠકો પર ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદરવાર ગૌરવ પંડયાનો પરાજાય થયો હતો. આ ચૂંટણીનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પરાજીત ઉમેદવાર ગૌરવ પંડયા અલગ-અલગ ચૂંટણી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.
2019ની રાજ્યસભાની ચૂંટણીનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ, પીટીશન દાખલ કરાઈ - jugal ji thakor
અમદાવાદઃ ચૂંટણી પંચે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે અલગ-અલગ રીતે મતદાન કરાવ્યુ હતું. ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ છે.
અરજદાર ગૌરવ પંડ્યા દ્વારા પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચનો અધિકાર નહીં હોવા છતાં આવી રીતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતોના વિભાજનથી કોઈ એક પક્ષને જ બહુમતી મળે તે માટે આ રીતે ચૂંટણી થઈ હતી. ગૌરવ પંડયાએ પીટીશનમાં રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવા માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણી યોજવાના નિર્ણય સામે કોગ્રેસી નેતા પરેશ ધાનાણીએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી રિટમાં જસ્ટીસ સુર્યાકાંત અને દીપક ગુપ્તાની ખંડપીઠે આ મુદે ચુંટણી પંચને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની એક સાથે ચુંટણી યોજવાની માંગ સાથે કોગ્રેસી નેતા પરેશ ધાનાણી દ્વારા સુપ્રિમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. 15મી જુનના રોજ ચુંટણી પંચ દ્વારા જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો તેને પણ રદ કરવાની માંગ કરી હતી. અરજદાર પરેશ ધાનાણીએ નોટીસને રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનું ઉલ્લઘંન ગણાવ્યું છે. આ સ્ટેચ્યુટરી વેંકેસી છે પરતું તેને કેઝુઅલ વેંકેસી ગણવામાં આવી છે. બંને બેઠકની અલગ અલગ ચુંટણી યોજવામાં આવે તો વિધાનસભામાં બહુમતી ધરાવતી પાર્ટીને ફાયદો થશે. આ પ્રકારે બે બેઠકો માટે અલગ અલગ ચુંટણી યોજવી આર.પી. એક્ટનું ઉલ્લઘંન છે. આ અંગે ચુંટણી પંચને પણ અનેકવાર રજુઆત કરાયા છતાં કોઈ પગલા ન લેવાતાં સુપ્રિમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી...