ગુજરાત

gujarat

ETV Bharat / state

4 જિલ્લામાં અશાંતધારાના પરિપત્રને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ - રિટ

અમદાવાદ:ગુજરાતના ચાર જિલ્લામાં લાગુ અશાંતધારાના પરિપત્રને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ જિલ્લામાં અશાંતધારાના પરિપત્રને ચાર અલગ અલગ પીટીશન દ્વારા પડકરાવામાં આવ્યો છે.જમાત એ ઉલ્લમાએ હિંદ દ્વારા આ રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 4, 2019, 5:32 AM IST


અરજદારે અશાંતધારાના કાયદા 1991ના સેક્શન 3 મુજબ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે, જેમાં અશાંતધારાને લગતા પરિપત્રને પડકરાવામાં આવ્યો છે.પીટીશનમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યમાં ઘણા લાંબા સમયથી ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, અને ભરૂચ સહિતના શહેરોમાં કોઈ હિંસક ઘટના કે રમખાણો થયા નથી. જેથી અશાંતધારાના પરિપત્રને અત્યારના સમયે લાગું કરવાની જરૂર ન હોવા છતાં તે અમલી છે.અશાંતધારાના કાયદાને લીધે વિવાદાસ્પદ સ્થળ પર જમીન વેંચનાર અને ખરીદનારને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.


ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટના જસ્ટીસ એ.વાય. કોગ્જે પણ અશાંતધારા સાથે સંકળાયેલી પાલડી વર્ષા ફલેટના વેંચાણ કરારને રદ કરતા અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરના આદેશ પર અપિલ પેન્ડિંગ હોવાથી મુદાના ગુણદોષમાં જવાનો ઇન્કાર કર્યો હતો.

રિટનો સરકાર તરફથી એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ જાનીએ સૈદ્ધાંતિક વિરોધ કરતાં જણાવ્યું હતું કે,‘આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. વિવાદીત ફ્લેટ્સ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. જે કોઇ ખરીદ-વેચાણ થયા છે તે સ્વૈચ્છાથી થયા હોવાના કોઇ પુરાવા નથી.’ અરજદારની આ સમગ્ર મામલે એવી રજૂઆત હતી કે,‘બે મુદ્દા સમગ્ર પ્રકરણમાં મહત્ત્વના છે કે ખરીદ-વેચાણ સ્વૈચ્છાએ થયા છે કે કેમ અને વેચાણકર્તાને યોગ્ય બજારભાવ મળ્યો છે કે કેમ. જ્યારે વેચનાર અને ખરીદનાર બંનેની ઇચ્છા હોય અને તેમણે તંત્ર જોડેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી હોય, ત્યારે થર્ડ પાર્ટી તરીકે રાજ્ય સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી.’ તે ઉપરાંત આ વિસ્તારના ઇતિહાસને ટાંકતા અરજદારોએ અશાંત ધારાના કાયદાના અમલીકરણ ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યાં હતાં. જો કે, હાઇકોર્ટે અરજદારોની દાદ મંજૂર નહીં કરતાં રિટનો નિકાલ કર્યો હતો.

અરજદારના વકીલે જણાવ્યું કે જ્યારે અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરે આદેશ આપીને અમારા વેંચાણ કરારને રદ જાહેર કર્યો હતો ત્યારે અમે સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં તેને પડકારતી અરજી કરી હતી જ્યારબાદ મનાઈ હુકમને સ્ટે કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટે અમારી અપિલને ડિસ્પોઝ જાહેર કરતા અમે હાઈકોર્ટમાં અપિલ કરી હતી. જોકે SSRDએ હાઈકોર્ટમાં જણાવ્યું કે અમે ભુલથી અરજી ડિસ્પોઝ બતાવી દીધી છે જોકે હજી પણ આ કેસ પેન્ડિંગ છે.કોઈપણ કરારમાં ખરીદનાર અને વેચનારની સંમતિ અને પુરતો ભાવ આપવામાં આવે જરૂરી છે. જોકે કેસમાં બંને શર્તનું પાલન થયું હોવા છતાં વેંચાણ કરારને રદ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અગાઉ ડેપ્યુટી કલેક્ટર પાસે રેટ્રોસ્પેકટિવ પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સુનાવણી પૂર્ણ થતાં અગામી દિવસોમાં કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.અંશાતધારાના કાયદા 1991 પ્રમાણે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં એક ધર્મના લોકો અન્ય ધર્મના લોકોને મકાન કે સંપતિ વચ્ચે શકતા નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોમી તંગદિલી ન ઉભી થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details