ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો સતત ઊંચો ચડતા આખું ગુજરાત જાણે શેકાઈ રહ્યું છે. તેવામાં દિવસભર વધુમાં વધુ પાણી પીવાની સલાહ ડૉક્ટરો આપતા હોય છે. પરંતુ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ પાસે પીવાના પાણીની સગવડ ન હોવાના કારણે મુશ્કેલીમાં મુકાતા હોય છે. મોટા ભાગે રસ્તાઓ ઉપર જગ એટલે કે ફિલ્ટર કરેલ પાણી મુકેલું જોવા મળે છે.
રાહદારીઓ માટે મુકાયેલ કોઠીના પાણીની થઇ રહી છે બોલબાલા - KALPESH BHATT
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે રસ્તે જતા રાહદારીઓ તરસ છીપાય તે માટે પાણીની વ્યવસ્થા માટે ઠેર ઠેર કોઠીઓમાં પાણી ભરીને મુકવામાં આવે છે. ત્યારે શહેરીજનોમાં અને ખાસ કરીને રાહદારીઓમાં આ પાણી લોકોની પહેલી પસંદ બન્યું છે.
તેવા કિસ્સામાં અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનની બાજુમાં પાણીની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સાવ જ દેશી ઢબમાં વપરાશમાં લેવાતી માટીની કોઠીઓનો જમાનો શહેરી વિસ્તારોમાંથી નામશેષ થઈ ગયો છે. ત્યારે સાબરમતી પોલીસ સ્ટેશન પાસે રોડ ઉપર માટીની મોટી કોઠીઓ મુકવામાં આવી છે. પાંચેક કોઠીઓ ભરીને પાણી મુકવામાં આવતા રાહદારીઓ અહીંથી અવર-જવર કરતા સમયે ઠંડુ પાણી પી શકે છે. ટુ-વ્હીલર ચાલકોથી માંડી અહીં ચાલતા જતા લોકો બે મિનિટ ફાળવીને આ હોંશે હોંશે પાણી પીતા નજરે ચઢે છે. અહીં લોકો સાથે વાતચીત કરતાં તેમની પાણી પીવા માટેની પ્રાથમિક પસંદ ફિલ્ટર કરેલ જગ નહીં પરંતુ માટીની કોઠી હોવાનું જાણવા મળ્યું છે.