અમદાવાદ : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં બે લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના રોગે ભરડો લીધો છે. અનેક લોકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે અને કોરોના પીડિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન કરાયુ છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કાયદો અને વ્યવસ્થાનું કડક અને ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ સાથે લોકોને સદંતર બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં અમદાવાદમાં કોરોનાની ગંભીરતાને અવગણવામાં આવી રહી હોવાના દ્રશ્યો આજે જોવા મળ્યા છે.