- ગુજરાતમાં ડોકટરોએ કોરોના વાઇરસથી બચવા માટે ગાયના છાણના ઉપયોગ અંગે ચાતવણી આપી છે
- કોવિડ-19 થી 3,876 લોકોના મોત નીપજ્યાં છે
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,49,992 લોકોના મૃત્યુ સંક્રમણથી થયા છે
અમદાવાદઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર સતત ચાલુ છે. દરરોજ કોરોનાના 34 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે, લોકો કોરોનાથી બચવા માટે વિવિધ નુસ્ખાનો આશરો લઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારો પર વિશ્વાસ ન કરવા અંગે સરકાર તરફથી વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. આ અંગે ઘણી વખત PIB Fact Checkને ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃકચ્છમાં છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે બનેલી સંજીવની રાખડી લોકોને ઊર્જા આપશે
શરીર પર ગાયના છાણની પેસ્ટ લગાવવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે નહીં
આ બધાની વચ્ચે, ગુજરાતમાં ડોકટરોએ કોરોના વાઇરસથી બચવા માટે ગાયના છાણના ઉપયોગ અંગે ચાતવણી આપી છે. ડોકટરોએ કહ્યું કે, શરીર પર ગાયના છાણની પેસ્ટ લગાવવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે નહીં, તેનાથી મ્યુક્રોમાઇકોસિસ સહિત અન્ય બીજા પ્રકારના ચેપ પણ થઈ શકે છે.
ગૌશાળામાં 200થી વધુ ગાયો છે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ SGVP દ્વારા સંચાલિત ગૌશાળામાં લોકો સારવાર લઇ રહ્યા છે અને તેઓ માને છે કે, આનાથી કોવિડ-19 સામે લડવા માટે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધશે. પરંતું ડોક્ટરો આ વિશે ખાતરી આપતા નથી. SGVP અધિકારીએ જણાવ્યું હતું કે, આ ગૌશાળામાં 200થી વધુ ગાયો છે.
છેલ્લા એક મહિનાથી દર રવિવારે 15 જેટલા લોકો શરીર પર છાણ અને ગૌમૂત્રનો લેપ લગાવવા આવે છે
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા એક મહિનાથી દર રવિવારે 15 જેટલા લોકો શરીર પર ગોબર અને ગૌમૂત્રનો લેપ લગાવવા આવે છે. ત્યાર બાદ તેને ગાયના દૂધથી ધોઇ નાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ સારવાર લેનારાઓમાં કેટલાક ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દવાની દુકાનમાં કામ કરતા લોકો પણ છે. તેમ છતાં ડોકટરો તેને અસરકારક માનતા નથી.