અમદાવાદ : બોલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચી છે. પાયલ રોહતગી સામે સોસાયટીના સભ્યોએ ખરાબ વર્તન માટે ફરિયાદ નોંધાવી હતી. પાયલ રોહતગી સામે અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને રદ કરવા માટે પાયલે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ પાયલને સોગંદનામું કરવા માટે આદેશ કર્યો છે.
એકટ્રેસે માફી માગી: પાયલ રોહતગીએ આ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટ પાસે માફી માંગી હતી અને આ કેસમાંથી રાહત આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટ પાયલ રોહતગીને સોગંદનામુ કરવા માટે આદેશ કર્યો છે.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં પાયલ છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. જેમાં સોસાયટીની એક મિટિંગમાં પાયલે હાજરી આપી હતી.જો કે પાયલ સોસાયટીની સભ્ય ન હોવા છતાં પણ તે સોસાયટીની એ.જી.એમ મિટિંગમાં હાજરી આપવા પહોંચી હતી. જ્યાં ચેરમેને તેમને આ મિટિંગમાં તેઓ હાજર ન રહી શકે તેવું કહ્યું હતું. સોસાયટીના ચેરમેનના આ વાતની સાથે જ પાયલે ઉશ્કેરાઈ ગઈ હતી અને સોસાયટીના સભ્યોને ધાકધમકી આપી હતી.
આ પણ વાંચો અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ નોંધાયો કેસ, ગાંધી પરિવાર પર કરી હતી વાંધાજનક ટિપ્પણી
મીટિંગમાં હાજર રહેવા બાબતે થઇ હતી બબાલ :પાયલ આ સોસાયટીમાં સભ્ય ન હોવાના કારણે તેઓ મિટિંગમાં હાજર ન રહી શકે તેવી વાત ચેરમેન દ્વારા કહેવામાં આવી હતી. જોકે આ મિટિંગમાં તેઓ હાજર રહે તો તે ગેરકાયદે ગણાય અને મીટીંગનામાં તમે વચ્ચે બોલી ના શકો એવી વાત ચેરમેન પરાગ શાહ દ્વારા કહેવામાં આવી હતી. જેના કારણે પાયલ સોસાયટીના સભ્યો તેમજ ચેરમેન સાથે ખરાબ ભાષામાં વાત કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાયલની ધરપકડ પણ થઇ હતી : સોસાયટીના સભ્યોને ધાકધમકી આપી હોવાથી સોસાયટીના ચેરમેન પરાગ શાહે તેમજ સભ્યોએ પાયલ રોહતગી સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના પગલે બોલીવુડની હિરોઈનની ધરપકડ પણ કરવામાં આવી હતી. પાયલે સોશિયલ મીડિયા ઉપર પણ ચેરમેન વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણ લખીને અપશબ્દ બોલ્યા હતા તેમજ સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ દ્વારા આપવામાં આવી હતી એવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાયલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કલમ 294 506 (1) ( 2 ) અને આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો બૉલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદથી ધરપકડ, પાયલે કહ્યું- 'ફ્રીડમ ઓફ સ્પીચ જોક છે'
શનિવારે સુનાવણી થશે : જોકે હવે પાયલે આ ફરિયાદને રદ કરવા માટે હાઇકોર્ટમાં વિનંતી કરી છે. આ કેસમાંથી સંપૂર્ણપણે રાહત આપવા માટે વિનંતી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ આ મામલે શનિવારે સુનાવણી કરશે ત્યારે આ એફઆઈઆર રદ થશે કે નહીં તે સુનાવણી બાદ ખ્યાલ આવશે.