અમદાવાદમાં ડૉક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો, સારવાર દરમિયાન દર્દીનું મોત - shardaben
અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં કેટલાક સમયથી ડોકટરની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં અકસ્માત બાદ સારવાર અર્થે આવેલા વ્યક્તિનું સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.
પરીજનોનો આક્ષેપ, ડોક્ટરની બેદરકારીથી મોત થયુ છે
શહેરના હાથીજન સર્કલ પાસે બપોરના સમયે મહેબૂબભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનુ સીટી સ્કેન કરાવાયું હતું. પરંતુ, દાખલ કરવામાં ન આવતા સાંજના સમયે તેમનું મોત નિપજ્યું હતું. પરિજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે, હોસ્પિટલની બેદરકારીને કારણે અને સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત થયું છે.