શોભાયાત્રાનું પ્રસ્થાન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર સારંગપુરથી સંતો-મહંતોના આશીર્વાદ સાથે નીકળી, પરંપરાગત રૂટ ઉપર ફરીને રમુજીલાલ હોલ જવાર ચોક ચાર રસ્તા પાસે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. જેમાં સંતો-મહંતો અને શ્રી અખિલેશ પ્રસાદ મહારાજ દ્વારા પ્રાસંગિક આશીર્વચન સાથે પ્રસાદ લઈ જય જય પરશુરામના નારા સાથે વિરામ લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન - gujarati news
અમદાવાદઃ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર દ્વારા ભારતીય સંસ્કૃતિ રક્ષક, શસ્ત્ર અને શાસ્ત્ર ના પ્રખર જ્ઞાતા ચિરંજીવી દેવ ભગવાન પરશુરામ દાદા નો જન્મ જયંતી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ધર્મસભા યોજાય હતી.
સ્પોટ ફોટો
આ પ્રસંગે પ્રમુખ અનિલ શુક્લએ જણાવ્યું હતું કે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંતર્ગત અમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને આજના શુભ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ દાદાની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.