માનસિક અસ્વસ્થ વ્યક્તિને સમાજમાં સ્થાન આપવા અમદાવાદમાં દેશભરના પેરેન્ટ હાજર રહેશે - person a place in the society
અમદાવાદઃ માનસિક રીતે અસ્વચ્છ માનવને સોસાયટીમાં સ્થાન આપવામાં આવતુ નથી, ત્યારે આવા તમામ વ્યક્તિઓને સોસાયટીમાં સારું સ્થાન મળે તે માટે આજે અમદાવાદમાં ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 22 ઓક્ટોબરના દિવસે દેશના તમામ ખૂણેથી માનસિક બીમારી ધરાવતા બાળકોના પેરેન્ટ્સની સખા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને સમાજમાં કઈ રીતે સ્થાન અપાવવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
જ્યારે પરિવાર સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રીરંગ બીજુરે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અનેક માનસિક રીતે પીડાતા વ્યક્તિઓને પોતાના પગ પર કરવામાં આવ્યા છે. જેમાં ગત લોકસભાના ઇલેક્શનમાં માનસિક વિકલાંગતા ધરાવતા 500 જેટલા વ્યક્તિઓએ મતદાન પણ કર્યું હતું. જ્યારે માનસિક વ્યક્તિઓ માટે યોજાતી ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. જેમાં ભારતના માનસિક વિકલાંગ લોકોએ 85 ગોલ્ડમેડલ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝમેડલ પણ મેળવ્યા હતાં. આમ હવે માનસિક રીતે વિકલાંગ ધરાવતા વ્યક્તિઓને સમાજમાં વધુમાં વધુ સારુ સ્થાન મળી રહે તે માટે પણ આગામી કાર્યક્રમ અને આયોજન કરવામાં આવશે.