ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાના 50 પૈકી 31 કેસ દાણીલીમડામાંથી પોઝિટિવ આવ્યાં - અમદાવાદ કોરોના

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના એક સાથે 50 કેસ પોઝિટિવ આવતાં ભારે હાહાકાર થઈ જવા પામ્યો હતો. જોકે 50 પૈકી 31 કેસ શાહઆલમ - દાણીલીમડા વચ્ચે આવેલા શફી મંઝિલ વિસ્તારમાં નોંધાયાં હોવાનું સામે આવ્યું છે. ગીચ વિસ્તાર હોવાથી અહીં કોરોના ઝડપી ફેલાયો હોવાનું સામે આવ્યું છે.

કોરોનાના 50 પૈકી 31 કેસ દાણીલીમડામાંથી પોઝિટિવ આવ્યાં
કોરોનાના 50 પૈકી 31 કેસ દાણીલીમડામાંથી પોઝિટિવ આવ્યાં

By

Published : Apr 9, 2020, 7:28 PM IST

અમદાવાદઃ 9મી એપ્રિલના રોજ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 50 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. જે પૈકી સૌથી વધુ 31 કેસ શાહઆલમમાં શફી મંઝિલ વિસ્તારમાંથી આવ્યાં છે. ખૂબ જ ગીચ વસ્તી ધરાવતાં આ વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ક્લસ્ટર ક્વોરન્ટાઇન પણ કેટલીક બિલ્ડિંગને કરવામાં આવી છે.

નોંધનીય છે કે અમદાવાદમાં કુલ 50 કેસ નોંધાયા હતાં જે પૈકી 31 કેસ સૌથી વધુ દાણીલીમડા વિસ્તારમાં નોંધાયાં છે. રાજ્યમાં કુલ આંકડો 247 સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details