ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો મૂલ્ય આધારિત ખેતી કરે તે જરૂરી - ગુજરાત એગ્રીકલ્ચર

ગુજરાત યુનિવર્સીટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં આગામી દિવસમાં ખેતીમાં ક્યાં સુધારા વધારા કરી શકાય તેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી ખેડૂતો તથા પશુપાલકો હાજર રહ્યા હતા.Organic farming workshop Gujarat University

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો મૂલ્ય આધારિત ખેતી કરે તે જરૂરી
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો મૂલ્ય આધારિત ખેતી કરે તે જરૂરી

By

Published : Aug 23, 2022, 5:21 PM IST

અમદાવાદગુજરાત યુનિવર્સીટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો વર્કશોપ( Gujarat University Organic Farming Workshop)યોજવામં આવ્યો હતો. આ વર્કશોપમાં રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને કુબેર ડીંડોર આ વર્કશોપમાં હાજર (Organic farming workshop)રહ્યા હતા. વિશ્વમાં અલગ અલગ રીતે ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિકમાં ખેડૂતો આગામી દિવસમાં ખેતીમાં ક્યાં સુધારા વધારા કરી શકાય તે મુદ્દાઓ પર સેનેટ હોલમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોOrganic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે

ખેતીમાં સુધારા વધારા થઈ શકે તે અંગે ચર્ચાયુનિવર્સીટીના સેનેટ(Gujarat University ) હોલમાં સવારે 10 વાગ્યાથી વર્કશોપ શરૂ થયો હતો જે સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખેડૂતો તથા પશુપાલકો હાજર( Organic farming)રહ્યા હતા. ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા. તેમજ ખેતીમાં સુધારા વધારા થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જન સેવામાં તથા દેશની ઇકોનોમીમાં કઈ રીતે ખેતી ઉપયોગી થઈ શકે તે પણ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોપ્રાકૃતિક ખેતી અભિયાનને આગળ વધતુ જોઈને આનંદ : વડાપ્રધાન મોદી

ખેડૂતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓને જણાવેગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે આજના વર્કશોપમાં ખેડૂતો મૂલ્ય આધારિત ખેતી કરે તે જરૂરી છે. ખેડૂતોની આવક વધે તથા ખેડૂતો વિશ્વમાં અલગ અલગ જગ્યાએ થતી ખેતી ગુજરાતમાં કઈ રીતે કરી શકે તે જણાવવામાં આવશે. ખેડૂતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓને જણાવે તો એન્ટીપર્યુનરશીપના વિદ્યાર્થીઓને તર જાણવા મળશે અને અભ્યાસમાં મદદ થશે.

ABOUT THE AUTHOR

...view details