અમદાવાદ: ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (Consumer Dispute Resolution Commission) દ્વારા મહત્વનો આદેશ ખાનગી હોસ્પિટલના (Private hospital) તબીબોને કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે, બનાસકાંઠાના કાંકરેજના થરાના ડોક્ટર દિનેશ ગજ્જરની બેદરકારી દાખવવાના કારણે દર્દી રમીલાબેનને બે થી ત્રણ હોસ્પિટલના ધક્કા ખાવા પડયાં હતાં ઉપરાંત બે મેજર ઓપરેશન કરાવવા પડ્યા હતા. આથી, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન ડો. દિનેશ ગજ્જરને હુકમ કર્યો હતો કે તેઓ દર્દી રમીલા બેન દેવાભાઈ હરીજનને રૂપિયા ૩ લાખ ચુકવશે.
ગ્રાહક તકરાર નિવારણ કમિશનએ તબીબને 3 લાખ ચૂકવવાનો હુકમ
ઉલ્લેખનીય છે કે, ડોક્ટર ગજ્જરએ 19 ઓગસ્ટ 2021 થી રકમ ચૂકવાય તે તારીખથી નવ ટકા વ્યાજ સાથે બે માસમાં રકમ ચૂકવવી પડશે. આદેશમાં જણાવાયું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો હાલના હુકમ વિરુદ્ધ રૂપિયા 5,000 વધારાના ખર્ચ પેટે અરજદારને ચૂકવવા પડશે. મહત્વનું છે કે ડોક્ટર વી પી પટેલની અધ્યક્ષતા હેઠળ ફોરમે આ આદેશ આપ્યો છે.