ગુજરાત

gujarat

ETV Bharat / state

5 સપ્ટેમ્બરે યોજાનારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે આત્મનિર્ભર પેનલનો વિરોધ - અમદાવાદ

અમદાવાદમાં 5 સપ્ટેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાનારી છે. જેનો આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Ahmedabad
અમદાવાદ

By

Published : Sep 4, 2020, 2:52 PM IST

અમદાવાદ: 5 સપ્ટેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાનારી છે. જેનો આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કૈલાશ ગઢવીના જણાવ્યા પ્રમાણે આ વિરોધ કોરોના કાળમાં લોકોને પડી રહેલી તકલીફને લઈને છે. એ મહત્વનું છે કે, GCCIમાં 3200 જેટલા મેમ્બર છે. જેમાંથી 30થી 35 ટકા જેટલા મેમ્બર 60 વર્ષથી વધુ વયના છે. જો તેઓ ચૂંટણીમાં આવે તો તેમને સંક્રમણનો ભય લાગવાની શક્યતા છે. જેના ભાગરૂપે આત્મનિર્ભર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. જેના પગલે ચૂંટણી પાછી પણ ઠેલાઈ હતી. પરંતુ હવે જ્યારે 5 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આત્મનિર્ભર પેનલ દ્વારા સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

5 સપ્ટેમ્બરે યોજાનારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે આત્મનિર્ભર પેનલનો વિરોધ
આ અંગે વધુમાં કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં અમારો ધ્યેય રાજ્યના 33 જિલ્લા, સ્થળને, તમામ મેમ્બરો સાથે જોડવી તેમને સંકલન માટે જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બને તે માટે માર્ગદર્શન અને મદદ પૂરી પાડવાનો રહેશે. આ સાથે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અચોક્કસ મુદતને કારણે ઘણો યુવાવર્ગ બેરોજગાર થયો છે. તેને ધ્યાને રાખી આવનાર સમયમાં ચેમ્બર તરફથી યુવાધનના રોજગાર તેમજ નવા વ્યવસાય માટે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ મળે તે હેતુથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આવનાર સમયમાં મહિલાઓને નવા વ્યવસાય માટે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સેવાઓની પુરતી માહિતી તેમજ સરકારશ્રી સાથે સંકલન કરી જરૂરી એવી તમામ સરકારી યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. નવા નાટક તથા નવા સભ્યોની સિંગલ વિન્ડો સલાહ-સૂચન તથા સહાયતા મળી શકે તે હેતુથી કેન્દ્ર ઉભું કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details