ગુજરાત

gujarat

ETV Bharat / state

'વેલેન્ટાઇન ડે'ની ઉજવણીનો બજરંગ દળે કર્યો વિરોધ - Valentine Day

અમદાવાદ: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે યુવાઓ વિવિધ પ્રકારે ઉજવણી કરતા હોય છે. જેમાં અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે પણ ગુરૂવારે સવારથી જ રોજની જેમ લોકોનો ઘસારો ચાલુ હતો. તે દરમિયાન દર વર્ષની જેમ બજરંગદળ દ્વારા આ વર્ષે પણ વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Feb 14, 2019, 5:26 PM IST

વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવા આવેલા કાર્યકરો ઉસ્માનપુરા ખાતેના રીવરફ્રન્ટ પહોચ્યા હતા અને ત્યાં ગાર્ડનમાં હાજર લોકોને વેલેન્ટાઇન ડે ન ઉજવવા પત્રિકા આપી હતી. તેમજ ભારતીય સંસ્કૃતિનું અપમાન થાય છે અને લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે તે માટે બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જુઓ વિડીઓ જ્વલિત મહેતાએ જણાવ્યું કે, શહેરની વિવિધ કોલેજોમાં ગુરૂવારે લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. પરવાનગી વિના વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ

ABOUT THE AUTHOR

...view details