ગુજરાત

gujarat

ETV Bharat / state

VS હોસ્પિટલની ખાનગીકરણ અંગે વિપક્ષનો હલ્લાબોલ - AHD

અમદાવાદઃ કોંગ્રેસ અગ્રણીઓએ કાર્યકર્તાઓ સાથે આજે VS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાદમાં કોંગ્રેસ દ્વારા જૂની VS હોસ્પિટલ બંધ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સત્તાધારીઓ પર કર્યા હતા.

hs

By

Published : Jun 5, 2019, 1:34 PM IST

Updated : Jun 5, 2019, 2:24 PM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી VS હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટે એસ.વી.પી હોસ્પિટલ ખાતે દર્દીઓને શિફ્ટ કરવામાં આવે છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે VS હોસ્પિટલ ખાતે આકસ્મિક મુલાકાત લીધી હતી.

મનીષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા

VS હોસ્પિટલમાં અગાઉ દર્દીઓને 10 રૂપિયામાં કેસ કાઢી આપવામાં આવતો હતો. તેના બદલે હવે કેસ કાઢવાના 300 રૂપિયા વસુલાય છે. તેમજ દર્દીને દાખલ કરવામાં આવે તો ઓછામાં ઓછા 10,000 રૂપિયા ભરવા માટે કહેવાય છે. ત્યારે એક સમયની VS હોસ્પિટલ જે દર્દીઓની સુખાકારી માટે કામ કરતી હતી. ત્યાં જ હવે ખાનગીકરણનો રંગ ચઢતા સામાન્ય લોકો માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

VS હોસ્પિટલ ખાતે વિપક્ષનો હલ્લાબોલ
Last Updated : Jun 5, 2019, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details