આગના ધૂમાડા આકાશમાં દૂર-દૂર સુધી દેખાયા હતા,પરંતુ કોઈ જાન હાની થઇ ન હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. 3 મહિના પહેલા ગેરતપુરમાં ONGCમાં આગ લાગી હતી અને 5 થી 6 નાના મોટા ધડાકા થયા હતા. એ જ ONGCના વાહનમાં ફરી આગ લાગી હતી.
અમદાવાદમાં હાથીજણ તળાવ પાસેના મેદાનમાં ONGCના ટેન્કરમાં લાગી આગ
અમદાવાદઃ શહેરના હાથીજણ તળાવ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ONGCના ટેન્કરમાં આગ લાગી હતી. અનુમાન છે કે, ગેસ કટિંગ કરતા આગની ઘટના બની હતી.
અમદાવાદના હાથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં ONGCના ટેન્કમાં લાગી આગ
ONGCના કર્મચારીઓની બેદરકારીના કારણે વારંવાર આગના બનાવો બનતા રહે છે. આ ઘટનાને પગલે વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગ કઇ રીતે લાગી તે અંગેની તપાસ હાથ ધરી છે.