- શહેરની તમામ કોવિડ હોસ્પિટલો ફૂલ થવાના આરે
- ICU બેડની સતત ઘટ વર્તાઇ રહી
- સારવારની જરૂર હોય તેવા દર્દીઓને તાત્કાલિક જ પ્રવેશ
અમદાવાદ :રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે. ત્યારે શહેરની તમામ કોવિડ હોસ્પિટલો ફૂલ થવાના આરે છે. માત્ર ગણતરીના બેડ ખાલી જ છે. પરંતુ ICU બેડની પણ સતત ઘટ વર્તાઇ રહી છે. સોમવારે ધનવંતરિ કોવિડ હોસ્પિટલમાં કૂલ 25 બેડ જ ખાલી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 બેડ જ ખાલી આ પણ વાંચો : ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ ધનવંતરિમાં માત્ર 25 બેડ જ ખાલી હોવાનુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું
ધનવંતરિ કોવિડ હોસ્પિટલમાં રવિવારે તંત્ર દ્વારા એક પણ બેડ ખાલી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. રવિવારે ધનવંતરિમાં કૂલ 558 બેડ જ છે. ત્યારે સોમવારના રોજ ધનવંતરિમાં માત્ર 25 બેડ જ ખાલી હોવાનુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ સવાલ છે કે, કૂલ બેડની સંખ્યા કેમ દર્શાવવામાં આવતા નથી ?
આ પણ વાંચો : વડોદરા SSG હોસ્પિટલ આગકાંડમાં મોટો ખુલાસોઃ ICU વોર્ડમાં ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી આગ
ધનવંતરિ કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન
શનિવારે રાત્રે 10 વાગ્યાથી રવિવાર સુધી ધનવંતરિ કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન લાગી હતી. પરંતુ સોમવારે તમામ દર્દીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. જે દર્દીઓની સ્થિતિ અતિ ગંભીર હોય અને સારવારની તાત્કાલિક જરૂર હોય તેવા દર્દીઓને સારવાર માટે તાત્કાલિક જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.