રામોલ સામુહિક દુષ્કર્મ મામલે વધુ એક શકમંદની કરાઈ અટકાયત...
અમદાવાદઃ રામોલ સામુહિક દુષ્કર્મ મામલે પોલીસે અગાઉ 2 આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ અન્ય 2 ઓરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે ફરિયાદમાં નામ મુજબ રાજ નામના શકમંદની પોલીસે અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
રામોલ સામુહિક દુષ્કર્મ મામલે વધુ એક શકમંદની પોલીસે કરી અટકાયત...
સામુહિક દુષ્કર્મની ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી અનેક લોકોની પૂછપરછ કરી હતી. ત્યારબાદ એક શકમંદ યુવકને પણ ઝડપાયો છે. રાજ નામના શકમંદ યુવકની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ કરી છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે, રાજ નામનો વ્યક્તિ ખરેખર આ કેસમાં ફરાર આરોપી રાજ છે કે કેમ? યુવતી સાથે જે હોટેલમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તે વસ્ત્રાલની સંગમ હોટેલના પણ પોલીસે રેકોર્ડ કબ્જે કર્યા છે.