ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના નારોલમાં યુરિયા ખાતર ચોરીના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ - urea fertilizer

અમદાવાદ: શહેરમાં આવેલા નારોલ વિસ્તારમાં 6મેના રોજ વાહન ચેકિંગમા યુરિયા ખાતરનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ખેતીવાડી વિભાગને બોલાવીને તેના રિપોર્ટના આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ 4 લોકો સામે દાખલ કરવામાં આવી હતી. જેમાં દિલીપ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ પાંડે દ્વારા આ યુરિયા ખાતરનો જથ્થો મીરોલી ગામમાંથી ભરવામાં આવ્યો હતો. દિલીપ પાંડે અને હેપ્પી પટેલ આ બંને દ્વારા આ યુરિયા ખાતર ભેગું કરવામાં આવતું હતું.

અમદાવાદના નારોલમાં યુરિયા ખાતર અંગે વધુ એક આરોપી ઝડપાયો..

By

Published : Jun 5, 2019, 4:56 AM IST

ખાતરનો જથ્થો ભેગો કરીને જ્યારે ઊંચો ભાવ આવે ત્યારે તેને છૂટક વેચાણ અથવા તો જ્યાં જરૂર હોય ત્યાં વેચવામાં આવતું હતું. મહત્વની વાત તો એ છે કે, આ યુરિયા ખાતર કે જે ખેતી માટે અને માત્ર ખેડૂતોને જ આપવામાં આવે છે તે ખાતરનો આટલો મોટો જથ્થો ખેડૂત પાસેથી લાવવામાં આવતો હતો. ત્યારે ખેડૂતોને પણ એક જરૂરિયાત પ્રમાણે જ આપવામાં આવતું હોય છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો આ યુરિયા ખાતર ક્યાંથી લાવતા હતા..?

અમદાવાદના નારોલમાં યુરિયા ખાતર ચોરીના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

હેપી પટેલ કે જે આ કેસમાં મુખ્ય સૂત્રધાર છે તે પકડાઈ ત્યારબાદ જ આ વિચાર સ્પષ્ટ થઈ શકશે કે આટલો મોટો યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તેમજ કોને વેચવાનો હતો. આ તમામ બાબત સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે. એ વાત પણ નકારી ન શકાય કે આ યુરિયા ખાતરનો વપરાશ ક્ષત્રિયોમાં કાપડની ફેક્ટરી લાકડાની સત્રી આ તમામ જગ્યાએ કરવામાં આવતો હોય છે. એટલે આ જ તો ક્યાંય એ પ્રકારની શક્તિઓમાં આપવા માટે જઈ રહ્યો હતો કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details