ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ - Omicron Variant BF 7

કોરોના લઈને અમદાવાદની હોસ્પિટલોમાં મોકડ્રિલ(Ahmedabad hospital mockdrill) યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ કોર્પોરેશન હસ્ત આવેલી હોસ્પિટલમાં દર્દીને લઈને તમામ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મોકડ્રિલ યોજવામાં શહેરના મેયર, ધારાસભ્યો હાજર રહ્યા હતા. (Corona case in Ahmedabad)

કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ
કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ

By

Published : Dec 28, 2022, 5:08 PM IST

કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ

અમદાવાદ : ચીનમાં ઓમિક્રોન વેરિયન્ટ BF 7 કોરોના હાહાકાર મચાવી દીધો છે, ત્યારે વેરિયન્ટ લક્ષણોવાળા કેસ ગુજરાતમાં જોવા મળી આવતા ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગુજરાતની તમામ સરકારી, અર્ધ સરકારી (Corona case in Ahmedabad) હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ કોર્પોરેશનની SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, LG હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, શહેરના ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા. (Ahmedabad hospital mockdrill)

SVP હોસ્પિટલમાં 400થી વધુ બેડ તૈયારકોરોના ઓમિક્રોન BF7 વેરિયન્ટ લક્ષણો જોવા મળી આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી SVP હોસ્પિટલમાં શહેરના ધારાસભ્યોની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારી લઈને 400થી વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 90 જેટલા ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 144 આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં શહેરમાં ઓક્સિજન જથ્થો પણ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. જે આગામી સમયને ધ્યાનમાં નવા વેક્સીનના જથ્થા માટે ઓર્ડર આપી દેવામા આવ્યો છે. (Ahmedabad Municipal Corporation)

20 હજાર ઓક્સિજન ટેન્કSVP હોસ્પિટલમાં 20 હજાર ઓક્સિજન ટેન્ક તૈયાર હોવાના સૂત્રો સામે આવ્યા છે. કોરોના દર્દી માટે અલગ લિફ્ટ સગવડ પણ ઉભી કરવામાં ઉભી છે. પરંતુ હાલમાં શહેરની જનતા માટે રાહતની વાત છે કે હાલમાં એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. જ્યારે હાલમાં 12,500 પર યુનિટે ઓક્સિજન તૈયાર થઈ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. (Omicron Variant BF 7 Corona case in Ahmedabad)

આ પણ વાંચોસુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં

દરરોજ 3000 લોકો વેક્સીન લે છેકોરોનાનો એમિકોન વેરિએન્ટનો BF7 ના (Omicron Variant BF 7) દર્દીના લક્ષણો જોવા મળતા જ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. જ્યારે વેક્સિનેશનની વાત કરવામાં આવે તો પહેલા રોજના 300થી 400 લોકો વેક્સી લેતા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી દૈનિક 3000 લોકો વેક્સિન લઈ રહ્યા છે. ખાસ કરીને હાલમાં પર્યાપ્ત જથ્થાની વાત કરવામાં આવે તો કોર્પોરેશન પાસે વેકસીનનો જથ્થો ઉપલબ્ધ નથી. જેના કારણે PHC, SCS કેન્દ્રો બહાર વેક્સિનનો જથ્થો ઉપલબ્ધન હોવાના બોર્ડ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નવો વ્યક્તિનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જે આગામી અઠવાડિયાની અંદર પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે.

આ પણ વાંચોકોરોનાને લઈને સતર્કતા, શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સુચના

1 કરોડ ડોઝ આપવામાં આવ્યાઅમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,16,06,199 વેકસીનમાં ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના અંદાજિત 51,59,262 જેટલા કોરોના વેક્સીન ડોઝ લીધા છે. જ્યારે 15થી 18 વર્ષથી 2,37,399, જ્યારે 12થી 14 વર્ષના 1,49,269 વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. બીજા ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના 47,16,188 લોકોએ 15થી18 વર્ષના 1,96,405 લોકોએ અને 12થી 14 વર્ષના 1,16,324 કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના અંદાજે 10,41,324 જેટલા પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. (Vaccine Dose in Ahmedabad)

ABOUT THE AUTHOR

...view details