- ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ
- કોલેજ પર જ ફોર્મ ભરવા જવું પડશે
- 22 ઓક્ટોબરે કોલેજ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટી(Gujarat University)માં આજથી શરુ થયેલી ઓફલાઈન એડમીશન પ્રક્રિયા(Admission process)માં કોલેજ પરની ખાલી બેઠક જાહેર કરવામાં આવી છે જે બાદ હવે કોલેજ પર જઈને વિદ્યાર્થીઓએ મેરીટ આધારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરીને જરુરી ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર સબમિટ કરાવ્યા બાદ કોલેજ દ્વારા મેરીટ તૈયાર કરવામાં આવશે જે એડમીશન કમિટી મંજુર કરશે અને ત્યારબાદ કોલેજના નોટીસ બોર્ડ પર 22 ઓક્ટોબરે મેરીટ લીસ્ટ(Merit list on 22 October) જાહેર કરવામાં આવશે.
27 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓનું લીસ્ટ સબમિટ કરાવશે