અમદાવાદઃ શહેરની SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ગુરુવારની રાતથી ફરી નર્સિંગ સ્ટાફ ધરણા પર બેસી ગયો છે. કોરોના બેડ કેપેસિટી પૂર્ણ થવા છતાં દર્દીઓને રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
SVP હોસ્પિટલ સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં દર્દીઓની ભરતી, નર્સિંગ સ્ટાફના ધરણા - નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એમા પણ અમદાવાદ શહેર મોખરે છે. જ્યારે SVP હોસ્પિટલની પથારીઓ ફૂલ થઈ ગઈ છે. ત્યારે ત્યાંના નર્સિંગ સ્ટાફે ફરીથી હોબાળો કર્યો છે. જાહેરમાં ધરણા પર બેસીને તંત્રનો નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.
SVP હોસ્પિટલ ફુલ હોવા છતાં દર્દીઓને ભરાતા નર્સિંગ સ્ટાફનો ધરણા પર બેસી વિરોધ
સ્ટાફે કહ્યું કે, કેપેસિટી પૂર્ણ થવા છતાં નવા દર્દીઓને દાખલ કરાય છે. તેમજ તંત્ર વધુ દર્દીઓ પાસે કામ કરવા ફરજ પાડે છે. જમવાનું પણ સારી ગુણવત્તાવાળુ ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.