ગુજરાત

gujarat

ETV Bharat / state

સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ - Nursing staff

અમદાવાદ સહિત રાજયની GNERS કોલેજોના તબીબ અને નર્સિગ સ્ટાફ દ્વારા પોતાની વિવિધ માંગણીઓેને લઇને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી સ્ટાફ દ્વારા વિવિધ માંગણીઓને લઇને રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ માગણીઓ નહીં સંતોષાતા આજે બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલ
સોલા સિવિલ હોસ્પિટલ

By

Published : May 12, 2021, 6:42 AM IST

  • સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા બેનરો સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો
  • સોલા મેડિકલ કોલેજના તબીબી અને નર્સિગ સ્ટાફે નોન-કોવિડની કામગીરી બંધ કરી
  • પેન્સન, પગાર જેવી સુવિધાઓ અન્ય સ્ટાફની સરખામણીમાં આપવામાં આવતો નથી

અમદાવાદ : કોરોનાની મહામારીમાં વિવિધ તબીબો અને નર્સિગ સ્ટાફ દ્વારા પોતાની માંગણીઓને લઇને સરકાર સામે જંગમાં ઉતરવાનું નક્કી કરી નાખ્યુ છે. સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફ દ્વારા મંગળવારના રોજ વિવિધ બેનરો સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ

માંગણીઓને લઇને સરકાર સમક્ષ અવાર-નવાર રજૂઆત કરવામાં આવતી
નર્સિગ સ્ટાફ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને સરકાર સમક્ષ અવાર-નવાર રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ સરકાર દ્વારા કોઇ પણ ચોક્કસ ધ્યાન નહીં આપવામાં આવતા હવેથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સોલા મેડિકલ કોલેજના તબીબી અને નર્સિગ સ્ટાફે નોન-કોવિડની કામગીરી બંધ કરી છે. જોકે, કોરોનાના દર્દીઓની સારવાર શરૂ રાખી હતી.
આ પણ વાંચો : બાલાસિનોરમાં 2 ડોક્ટર અને 1 મેડિકલ સ્ટોર્સના માલિકની ધરપકડ કરાતા તાલુકાના તમામ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર

પેન્સન, પગાર, સુવિધાઓ અન્ય સ્ટાફની સરખામણીમાં આપવામાં આવતો નથી
‘સરકાર સમક્ષ વિવિધ માંગણીઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી. અન્ય નર્સિગ સ્ટાફ સમક્ષ કામકાજ સરખા જ છે. તો લાભ કેમ સરખો આપવામાં આવતો નથી. પેન્સન, પગાર, સુવિધાઓ અન્ય સ્ટાફની સરખામણીમાં આપવામાં આવતો નથી. જેને લઇને મંગળવારના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એક ટીમ સરકાર સાથે મુલાકાત કરવાની છે. પરંતુ સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો, બુધવારથી અચોક્કસ મુદ્દત હડતાળ કરવામાં આવશે.’ તેવું નર્સિગ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : GMERSના નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ પુરી નહીં થાય તો અલ્ટીમેટમ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી

નર્સિગ સ્ટાફ દ્વારા ફ્રન્ટ વોરિયર તરીકે ફરજ બજાવવામાં આવી રહી
કોરોનાની મહામારીમાં નર્સિગ સ્ટાફ દ્વારા ફ્રન્ટ વોરિયર તરીકે ફરજ બજાવવામાં આવી રહી છે. છેલ્લા 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જોકે, હવે સરકાર દ્વારા કોઇ પણ જાતનો ઉત્તર આપવામાં આવ્યો નથી. જેને લઇને બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details