અમદાવાદ: સ્કૂલોમાં 25 ટકા ફી માફીની જાહેરત કરવામાં (Announcement of school fee waiver)આવી હતી પરંતુ તેનો અમલ થયો નથી જેને લઈને NSUI દ્વારા વિરોધ(Opposition to NSUI in Ahmedabad )કરવામાં આવી રહયો છે. NSUI દ્વારા આજે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ફોટા પર પૈસાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો છે કે શિક્ષણપ્રધાન ખાનગી સંચાલકો માટે જ છે.
નકલી નોટોનો હાર પહેરાવ્યો
વસ્ત્રાપુર DEO કચેરી ખાતે NSUI ના કાર્યકરો એ સાથે મળીને 25 ટકા ફી માફી માટે વિરોધ કર્યો હતો. NSUI દ્વારા શિક્ષણપ્રધાન જીતુ વઘાણી જ ફોટા સાથે રેલી કાઢવામાં આવી હતી જે બાદ શિક્ષણપ્રધાનના ફોટા પર 2000ની નકલી નોટોનો હાર પહેરાવ્યો હતો. ખાનગી શાળા સંચાલકોને ખાનગી શિક્ષણપ્રધાનના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને 25 ટકા ફી માફી માટે માંગણી કરવામાં આવી હતી.