અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટી દ્વારા એપ્રીલ મે મહિનામાં યોજાતી પરીક્ષા લોકડાઉનના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. શરૂઆતમાં આ પરીક્ષા ઓનલાઇન લેવાનું નક્કી થયું હતું. જે પાછળથી ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. આ પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે.
ગુજરાત યુનિવર્સિટીનું પેપર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાનો NSUIએ લગાવ્યો આરોપ બીજા રાઉન્ડમાં શનિવારે TY B.Comના સેમેસ્ટર 6ની પરીક્ષામાં ફંડામેન્ટલ ઓફ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા હતી. લોકડાઉનના કારણે આ પરીક્ષા 50 ગુણની જ રાખવામાં આવી હતી. તેમાં ઓપ્શનલ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષાનો સમય સવારે 10થી 12 કલાકનો હતો.
પેપર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાનો NSUIએ લગાવ્યો આરોપ NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું છે કે, પરીક્ષા જેવી મહત્વની કામગીરીમાં ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો વધુ એકવાર પાંગળા સાબિત થયા છે. આ પ્રશ્નપેપર પરીક્ષા શરૂ થવાના 10 મિનિટ પહેલા જ સોશિયલ મીડિયામાં ફરતું થઇ ગયું હતું. જેના કારણે 26 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી ગયું છે. પરીક્ષાનું પેપર વોટ્સએપ પર ફરતું થયું હતું. જો કે, આ મામલે ગુજરાત યુનિવર્સિટી તંત્ર બચાવની મુદ્રામાં હોવાનું જણાઇ રહ્યું છે.
NSUIના મહામંત્રીએ વધુમાં ગુજરાત યુનિવર્સિટી તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નવી નવી જાહેરાતો, કોન્ટ્રાકટરો, બિલ્ડિંગ્સના ખર્ચા માટે સક્રિય યુનિવર્સિટીના સત્તાધીશો TY B.Comનું પેપર લીકના મુદ્દે ઢાંક પિંછોડો કરી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પી.એમ. પટેલે ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી વ્યવસ્થિત સંચાલન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરે. તમારે ગેરસમજ ફેલાવતા પ્રચારથી પ્રભાવિત થવાની જરૂર નથી.
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ટ્વીટ કર્યું કે, પરીક્ષાનું વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી વ્યવસ્થિત સંચાલન થઇ રહ્યું છે.