અમદાવાદના નહેરુબ્રિજ પર કેટલાક સંગઠનોએ નાગરકિતા કાયદાનો વિરોધ કર્યો હતો. આ વિરોઘ પ્રદર્શનોમાં PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા.
અમદાવાદના નહેરુબ્રિજ પર NRC અને CAAનો વિરોધ, ઈતિહાસકાર ગુહા પણ જોડાયા - નાગરિકતા સુધારા કાયદો
દેશમાં CAA (નાગરિકતા સુધારા કાયદો), NRC (રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર), NPR (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ)રનો વિરોધ થઈ રહ્યોં છે. દેશના કેટલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. અમદાવાદમાં CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા.
અમદાવાદ
નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઇ હતી. તેમને CAA અને NRCનો પોસ્ટરો અને બેનેરોથી વિરોઘ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. 200થી વધુ પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો.