ટેકનિકલ સાયન્સ અને મેનેજમેન્ટ કોર્સ માટે SWAYAM MOOC PORTAL નું રાષ્ટ્રીય સંકલનકાર છે. આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અન્ય IISC અને IITજેવા ઇન્સ્ટિટ્યુટની ફેકલ્ટી પાસેથી વિવિધ વિષયોનું જ્ઞાન ઘર બેઠા ઓનલાઇન મેળવી શકે છે અને આવા લાભ હોવા છતાં ગુજરાતના વિદ્યાર્થીઓનું એરોલમેન્ટ ઓછુ હોય છે, જેના માટે જાગૃતતા આવે તે માટે ફેકલ્ટી માટે આ વર્કશોપનુ ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ.
GTU અને IIT મદ્રાસના સહયોગથી અમદાવાદમાં વર્કશોપનું આયોજન, વિવિધ વિષય પર માહિતી આપી - Gujarati News
અમદાવાદઃ અમદાવાદ ખાતે GITની ફેકલ્ટી માટે એક વર્કશોપનું આયોજન GTU અને IIT મદ્નાસના સહયોગથી કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપ અંગે IIT મદ્નાસના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભારતી બાલાજી તેમજ IIT બોમ્બેના પ્રોફેસર નંદિતા માધવન હાજર રહીને ટેકનિકલ સાયન્સ અને મેનેજમેન્ટ કોર્સના વિવિધ વિષયો અંગે ફેકલ્ટી મેમ્બર્સને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
GIT ખાતે યોજાયેલ NPTEL અવેરનેસ વર્કશોપ
IIT મદ્રાસથી પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભારતી બાલાજી તેમજ IIT બોમ્બેથી પ્રોફેસર નંદિતા માધવનએ સમગ્ર કાર્યક્રમ વિષે તમામ ભાગ લેનાર ફેકલ્ટી મેમ્બર્સને રસપૂર્વક માહિતી આપી હતી.વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવતા લોકો માટે સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકાય તે વિષેતમામ માહિતી આપી હતી.GIT ના પ્રિન્સિપલ ડૉ એચ એન શાહે જણાવ્યું કે, GTU અને IIT મદ્રાસના સહયોગથી આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આશરે 150 જેટલા ફેકલ્ટી મેમ્બર્સને લાભ મળ્યો હતો.