- કુખ્યાત બુટલેગર બંસી મારવાડી આખરે ઝડપાયો
- 11 ગુનામાં સંડોવાયેલો હતો આરોપી
- બુટલેગરના ધંધા સાથે બંસી મારવાડી બિલ્ડર પણ બની ગયેલો
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી કરવામાં કે દારૂનું કટિંગ કરવામાં બંસી મારવાડીનું નામ આવતું હતું. આ ઉપરાંત, અગાઉ બંસી મારવાડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે, સોમવારે બંસી મારવાડીની ચાંદખેડા વિસ્તારમાંથી ધરપકડ કરી 11 જેટલા વાહનો કબજે કર્યા છે. બંસી મારવાડી તરીકે જાણીતો બુટલેગર છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પરંતુ, પોલીસ તેની વોચમાં હતી અને આખરે સોમવારે ચાંદખેડા વિસ્તારમાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે, બંસી મારવાડી વિરોધ 11થી વધુ ગુનાઓ પ્રોહિબિશનના નોંધાઈ ચુક્યા છે.
કુખ્યાત બુટલેગર બંસી મારવાડી આખરે પોલીસના સંકજામાં આ પણ વાંચો:વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો
વિદેશી દારૂની હેરાફેરી કરાવતો હતો બંસી મારવાડી
નિકોલ પોલીસને આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંસી પોલીસને સોંપવામાં આવ્યો છે. કેમકે નિકોલમાં તેના વિરુદ્ધ પણ ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં રામોલ અને અમરાઈવાડી વિસ્તારમાં પણ તે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ જાહેર થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી બંસી મારવાડી પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરાવતો અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં પોતાના વાહનોમાં દારૂ સપ્લાય કરતો હતો. હાલમાં પોલીસે 11 જેટલા દારૂની હેરાફેરી માટે વપરાયેલા વાહનો પણ કબજે કર્યા છે. બુટલેગરના ધંધા સાથે બંસી મારવાડી બિલ્ડર પણ બની ગયેલો અને બેથી ત્રણ કન્ટ્રકશન સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેથી, પોલીસે ફાઈનાન્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બુટલેગરના ધંધામાંથી જોડાયેલા તેના તમામ વ્યવહાર અને વ્યક્તિ અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.
કુખ્યાત બુટલેગર બંસી મારવાડી આખરે પોલીસના સંકજામાં આ પણ વાંચો:મધ્ય ગુજરાતનો Liquor King લાલુ સિંધી ઝડપાયો