સ્વીપ યુથ નોડલ ઓફિસર દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળ હાજર ન રહેનાર ૨૬ નોડલ ઓફિસરને નોટીસ ફટકારવામાં આવી હતી. 53 લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જીલ્લા કલેકટર દ્વારા ચુંટણી કાર્યક્રમ અંતર્ગત જાણ કરવામાં આવી હોવા છતાં માર્યાદિત લોકો હાજર રહ્યા હતા.
મતદાન જાગૃતિના ઓનલાઈન કાર્યક્રમમાં હાજર ન રહેનાર ઓફિસરોને નોટીસ - SMIT CHAUHAN
અમદાવાદઃ ૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ચૂંટણીપંચના મતદાન જાગૃતિ ઓનલાઈન કાર્યક્રમમાં હાજર ન રહેલા ઓફિસરોને નોટીસ આપવામાં આવી છે. હવે પછીના કાર્યક્રમમાં અચૂક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે અને જો હાજર ન રહે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી નોટીસ ફટકારવામાં આવી છે.
સ્પોટ ફોટો
ઓફિસરના જણાવ્યા અનુસાર, ચુંટણીના કાર્યમાં તેમની ઉદાસીનતાને પગલે આ વખતે પ્રારંભિક નોટીસ આપવામાં આવી હતી અને જો હવે પછીના કાર્યક્રમમાં નોડલ ઓફિસરો હાજર નહી રહે તો નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાશે.